રાજપથ ક્લબમાં 1.65 કરોડનું મેમ્બરશીપ કૌભાંડ, ક્લબના ડિરેક્ટરોની સંડોવણીની આશંકા

વિવાદોમાં સપડાયેલા રાજપથ ક્બલમાં 1.65 કરોડનું મેમ્બરશીપ કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે આ કૌભાંડમાં ક્લબના ડિરેક્ટરોની સંડોવણી હોવાની પણ આશંકા છે.  ડિરેક્ટરોની સહી વિના મેમ્બરશીપ ઈશ્યૂ થતી જ નથી. ત્યારે ૩૮ નવા મેમ્બરો બનાવવામાં આવ્યા છે તેમાં અંદાજે ૩૫ મેમ્બરશીપ પર ડિરેક્ટરોની સહી છે. જ્યારે કેટલાકમાં ખોટી સહી કરવામાં આવી છે. જેને પગલે આ કૌભાંડમાં ક્લાર્કને મ્હોરુ બનાવવામાં આવી રહ્યો હોવાનું જણાય છે.

ઉલ્લેખનિય છે કે, રાજપથ ક્લબના ક્લાર્ક હિતેશ પટેલે નિષ્ક્રિય, ટ્રાન્સફર અને સીઝ થયેલા મેમ્બરોના નામ સરનામા બદલીને તેના સ્થાને નવા મેમ્બરો ઊભા કરીને ૧.૬૫ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ  થઈ છે અને આ મામલે વસ્ત્રાપુર પોલીસે પાંચ વ્યક્તિઓના નિવેદન લીધા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter