જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા જણાવ્યું હતું કે તપાસ એજન્સી 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ ના કરી શકી હોવાથી આરોપીને જામીન પર છોડવામાં આવે. સિંહ સામે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાનો જે કેસ ચાલી રહ્યો છે તેની તપાસ NIA કરી રહી છે. તેને દિલ્હી પોલીસના કેસમાં જામીન મળી ગયા છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં થયેલા કેસમાં તે હાલ જેલમાં જ રહેશે.

90 દિવસમાં ચાર્જશીટ રજૂ ન કરતા જામીન પર છોડાયા
સૂત્રોનું માનીએ તો, NIAએ સિંહ સામે નિશ્ચિત સમયગાળામાં ચાર્જશીટ દાખલ કરવાની પૂરી તૈયારી કરી લીધી છે. દેવિન્દર સિંહ ખાલિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલો છે તેવી દિલ્હી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સ્પેશિયલ સેલ દ્વારા તેને જમ્મુ-કાશ્મીરની જેલમાંથી દિલ્હી લવાયો હતો. જોકે, તેની સામે પોલીસ નિશ્ચિત સમયગાળામાં ચાર્જશીટ રજૂ નહોતી કરી શકી. આરોપીને 1 લાખ રુપિયાના જામીન પર મુક્ત કરવાનો કોર્ટે આદેશ કર્યો છે.
- ઓરિસ્સામાં કૂતરાઓ સાથે કરાવવામાં આવ્યા બાળકોના લગ્ન, જાણો શું છે આ અંધશ્રદ્ધા પાછળની કહાણી…
- રેલવે એ આપી રાહત/દિલ્હીમાં આજ રાત 9 વાગ્યા સુધી ટ્રેન છુટી જવા પર મળશે પૂરું રિફંડ
- રાજ્યમાં ગણતંત્ર દિવસની ધુમધામ પૂર્વક ઉજવણી, સીએમ વિજય રૂપાણી સહિત આગેવાનો રહ્યા ઉપસ્થિત
- આ બેંક આપી રહી છે લાઇફટાઇમ free credit card, ઓછું વ્યાજ-મૂવી ડિસ્કાઉન્ટ સહિત થશે અનેક ફાયદા
- Hondaની આ બાઈક માટે ડાઉનપેમેન્ટની જરૂર નથી, 5 હજાર રૂપિયા સુધીની છૂટની પણ ઑફર