GSTV

શંકાસ્પદ મોત / રાત્રે ગરબે ઘૂમીને ઘરે આવેલી માતા-પુત્રીએ સવારમાં આંખો જ ના ખોલી, પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી

death-of-mother-daughter

Last Updated on October 11, 2021 by Dhruv Brahmbhatt

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં માતા-પુત્રીના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે અને પોલીસે મહિલાના પતિની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. સમા વિસ્તારના કેનાલ પાસેની ચંદનવાડી સોસાયટીમાં રહેતા શોભનાબહેન અને દીકરી કાવ્યા રાત્રે ગરબા રમીને આવ્યાં બાદ સુઇ ગયા હતાં.

2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં

બાદમાં પતિ તેજસે માતા અને પુત્રીને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેઓ બંને ન હોતા ઉઠ્યાં. જેથી તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ માતા-પુત્રીનું મોત થયાનું જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. વર્ષ 2013 માં તેજસ અને શોભનાના લગ્ન થયા હતાં તેમજ તે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને ખાનગી મોલમાં પોતે નોકરી કરતો હતો.

જો કે આ બંને માતા-પુત્રીના શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું સાચું કારણ સામે આવશે.

DEATH

મોતનું સાચુ કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે

જો કે આ અંગે ACP ભરત રાઠોડએ જણાવ્યું હતું કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે અને ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. હાલમાં અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પરંતુ હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

READ ALSO :

Related posts

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, હવાઈ સરહદનું થશે રક્ષણ: રશિયન મિસાઈલ સિસ્ટમ ભારતને મળે તેવી શક્યતા

pratik shah

Big Breaking / મુંબઈ એરપોર્ટથી EDએ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની કરી અટકાયત, 200 કરોડ મની લોન્ડ્રીંગ કેસમાં કાર્યવાહી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!