GSTV

ઉન્નાવ રેપકેસની પીડિતાના પિતાની સારવાર કરનાર તબીબનું શંકાસ્પદ મોત

ઉન્નાવ રેપ કેસની પીડિતના પિતાની સારવાર કરનાર ડોક્ટર પ્રશાંત ઉપાદ્યાયની શંકાસ્પદ પરિસ્થિતીઓમાં મોત નીપજ્યું છે. ઉન્નાવ પીડિતાના પિતા સાથે મારપીટ થઇ હતી ત્યાર બાદ તેમણે સારવાર માટે જિલ્લા હોસ્પિટલ લાવામાં આવ્યાં હતા. તે સમયે ડોક્ટર પ્રશાંત ઉપાદ્યાય ઇમર્જન્સીમાં હતા અને તેમણે જ પીડિતાના પિતાને જેલ મોકલી આપ્યા હતા.

આ મામલે વિવાદ વકરતા જ્યારે સીબીઆઇની ઇન્ક્વાયરી શરૂ થઇ ત્યારે પ્રશાંત ઉપાદ્યાયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા અને લાંબા સમય બાદ તેમને ફરજ પર લેવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર પ્રશાંત ફતેહપુરમાં તૈનાત હતા.

દિલ્હીની તીસ હજારી કોર્ટે બીજેપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને 2017 ઉન્નાવ રેપ કેસમાં ગત મહિને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આ ગુનામાં સહ આરોપી મહિલા શશિ સિંહને નિર્દોષ જાહેર કરી દીધા હતા. શશિ સિંહ નોકરી અપાવવાના બહાને પીડિતાને કુલદીપ સેંગરની પાસે લઈને ગઈ હતી જે બાદ સેંગરે પીડિતા પર બળાત્કાર ગુજાર્યો.  દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને અપહરણ તથા બળાત્કારના કેસ જનમટીપની સજા  અને રૂ. 25 લાખનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો.

READ ALSO

Related posts

ગાંધીનગરમાં હીરા સોલંકી અને પુરસોત્તમ સોલંકીની હાજરીમાં કોળી સમાજની બેઠકનું કરાયું આયોજન

Mansi Patel

કચ્છમાં વકીલની હત્યાને મામલે જિલ્લા પંચાયત પ્રમુખના મોટાભાઇ સહિત કુલ 9 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

Mansi Patel

મહામારી / કોરોનાને લઈને WHOએ આપી ચેતવણી, 20 લાખ લોકોના નીપજી શકે છે મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!