GSTV
Home » News » વણિયાદ્રી ગામ પાસે શંકાસ્પદ હાલતમાં કાર મળી આવી : ઈજાગ્રસ્ત લોકો પણ ફરાર !

વણિયાદ્રી ગામ પાસે શંકાસ્પદ હાલતમાં કાર મળી આવી : ઈજાગ્રસ્ત લોકો પણ ફરાર !

છોટાઉદેપુર જિલ્લાના વણિયાદ્રી ગામ પાસે આવેલી નર્મદા મેઇન કેનાલ પાસે એક કાર શંકાસ્પદ હાલતમાં મળી આવી છે. આ કારના કાચ તૂટી ગયેલા છે તેમજ કાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હોય તેવા નિશાન જણાઇ રહ્યા છે. રાત્રિના સમયે કેનાલ પાસે મોટે-મોટેથી અવાજ સંભળાતા ગ્રામજનો દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કારમાં પાંચ જેટલા સવારો હતા. અન્ય વાહનોમાં આવેલા 10 જેટલા શખ્શોએ કારમાં સવાર પાંચેય લોકોને ઉતારીનો ઢોરમાર માર્યો હતો. જો કે ગ્રામજનો દોડી આવતા હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પોલીસ હતી. આ મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ નથી થઇ. તેમજ કારમાં સવાર ઇજાગ્રસ્ત લોકો ક્યાં છે તે પણ જાણી શકાયું નથી.

 

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!