સુષ્મિતા સેન તેના 15 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે કરે છે મોજ, વીડિયો વાયરલ

દેશભરમાં જેમ દિવાળીની ઉજવણી થઈ રહી છે એમ જ બોલીવુડ સિતારો પણ દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત છે. દરેક રાતે કોઈ મોટા સેલેબ્રીટીના ઘરે દિવાળીની પાર્ટીનું આયોજન થાય છે. રવિવારે રાતે ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની પ્રી-દિવાળી પેર્ટીમાં બી-ટાઉનની તમામ હસ્તીઓ સામેલ થઇ હતી. સલમાન ખાનથી પ્રિયકાં ચોપરા, જેકલીન ફર્નાન્ડિસ, કરણ જૌહર સહિત ઘણા સેલેબ્રીટીસ પાર્ટીમાં મજા કરતાં જોવા મળ્યા છે. પરંતુ સુષ્મિતા સેન અહીં એકલા નહીં પરંતુ તેના બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે આવી હતી.

સુષ્મિતા સેન અને રોહમન શૉલ બન્ને બ્લેક આઉટફિટ માં જોવા મળ્યા. બંનેએ મીડિયા માટે પોઝ પણ આપ્યો છે, જેમાં તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી સ્પષ્ટ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે સુષ્મિતા અને રોહમન વચ્ચે લગભગ 15 વર્ષનો ફરક છે. સુષ્મિતાની ઉંમર 42 જ્યારે રોહમેન 27 વર્ષનો છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter