ડિપ્લોમેટીક નિષ્ફળતા મામલે સુષ્માનો ટોણો: મસૂદ અઝહર મામલે દુનિયા ભારત સાથે છે

આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના મામલે કોંગ્રેસના ડિપ્લોમેટીક નિષ્ફળતાના આરોપને ફગાવતા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે જે નેતા આ બાબતને ડિપ્લોમેટીક નિષ્ફળતા ગણાવે છે કે તેઓ સ્વયં જોઇ લે કે 2009માં ભારત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાના મામલે એકલું હતુ. જ્યારે આજે ભારતને દુનિયાભરના દેશોનું સમર્થન પ્રાપ્ત છે.

સુષ્માએ કહ્યું કે 2016માં ભારતનાં પ્રસ્તાવના સહ પ્રાયોજકમાં અમેરિકા અને ફ્રાન્સ સામેલ હતા. વર્ષ 2017માં બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે આ પ્રસ્તાવને આગળ વધાર્યો હતો. સુષ્મા સ્વરાજે કહ્યું કે વર્ષ 2019માં મસૂદ પર પ્રતિબંધના પ્રસ્તાવને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને આગળ વધાર્યો. અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15માંથી 14 દેશોએ તેનું સમર્થન કર્યુ.

મસૂદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને મોટી સફળતા

પુલવામા હુમલા બાદ ફ્રાંસે જૈશના વડા અને આતંકવાદી મસૂદ અઝહર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાંસની સરકારે મસૂદની તમામ સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. યુએનસીમાં ચીને વીટો પાવરનો ઉપયોગ કરી મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં અડચણ ઉભી કરી હતી. જે બાદ ફ્રાંસે પણ મસૂદ અને ચીનને ઝાટકો આપવા માટે મસૂદની સંપત્તિ વિરૂદ્ઘ ગાળિયો કસવાની શરૂઆત કરી છે.

ચીનની અવળચંડાઈ

મહત્વપૂર્ણ છે કે, યુએનસીમાં અમેરિકા અને ફ્રાંસે મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા ભારતનું સમર્થન કર્યુ હતુ. જોકે, ચીનની અવળચંડાઈના કારણે ભારતની કોશિશ પર પાણી ફરીવળ્યુ હતું. ત્યારે ફ્રાંસે મસૂદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

READ ALSO  

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter