GSTV

52 દિવસ દિલ્હીના CM રહ્યા હતા સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિતની જીત બાદ થઈ વાપસી

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે મંગળવારે નિધન થયું છે. રાજનીતિમાં પોતાની અલગ છાપ છોડનાર સુષમા સ્વરાજે હરિયાણાના અંબાલાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. દિલ્હીથી જ તેમના કેન્દ્રની રાજનીતિ નક્કી થઈ હતી. તે સમયે તેમને દિલ્હીની સત્તા સંભાળવાનો મોકો મળ્યો પરંતુ તે ફક્ત 52 દિવસ માટે જ હતો. ત્યાર બાદ ફરી તે કેન્દ્રની રાજનીતિમાં સક્રિય થઈ ગઈ હતી.

સુષમાનો દિલ્હી સાથે અલગ સબંધ હતો. 1996માં સુષમા પહેલી વખત દિલ્હીથી લોકસભા પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસ ઉમેદવાર કપિલ સિબ્બલને હરાવ્યા હતા. તેમણે 13 દિવસની બાજપેયી સરકારમાં પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

1998માં થયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ ફરી તેમને સાઉથ દિલ્હીથી ઉમેદવાર બનાવ્યા અને આ વખતે તેમણે દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકનને હરાવ્યા હતા. જીત બાદ ફરી એક વખત તેમને પ્રસારણ મંત્રીની જવાબદારી આપવામાં આવી હતી. સાથે જ તેમને દુરસંચાર વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.  

બીજેપીએ 12 ઓક્ટોબર 1998માં સુષ્માને દિલ્હીના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યાર બાદ સુષ્માના નેતૃત્વમાં પાર્ટીએ વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તે દિલ્હીની સત્તામાં બીજેપીની વાપસી ન કરાવી શક્યા. ત્યાર બાદ સુષ્માએ 3 ડિસેમ્બર 1998એ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. 52 દિવસ દિલ્હીની સત્તા સંભાળ્યા બાદ સુષ્મા કેન્દ્રની સત્તામાં પાછા ફરી ગયા.

હકીકતે જ્યારે સુષ્માએ દિલ્હીની કમાન સોંપવામાં આવી હતી તો રાજધાનીમાં બીજેપી સરકાર પર સતત આરોપ લાગી રહ્યા હતા. મોંઘવારીના મુદ્દા પર તે સમયે સીએમ સાહિબ સિંહ વર્મા ઘેરાયેલા હતા. ત્યારે સુષ્માને જવાબદારી સોંપવામાં આવી હતી.

દિલ્હીના પહેલા એસેમ્બલી ઈલેક્શનમાં મદન લાલ ખુરાના 2 ડિસેમ્બર 1993થી 26 ફેબ્રુઆરી 1996 સુધી સાહિબ સિંહ વર્મા 26 ફેબ્રુઆરીથી 12 ઓક્ટોમ્બર 1998 અને સુષ્મા સ્વરાજે 12 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર 1998 મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. સુષ્મા સ્વરાજના રાજીનામા બાદ દિલ્હીમાં બીજેપીનું રાજ ન આવ્યું. ત્યાર બાદ કોંગ્રેસના શીલા દિક્ષિતે દિલ્હીની સત્તાને 15 વર્ષ 25 દિવસ સુધી સંભાળી. પછી આમ આદમી પાર્ટી સત્તા પર આવી.

Read Also

Related posts

કોરોનાને લઈ ચીની વૈજ્ઞાનિકોની ચેતવણી, એપ્રિલ સુધીમાં આવી શકે છે વાયરસની બીજી લહેર

Ankita Trada

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો વધીને 82 થયા, અમદાવાદનાં 8 નવા કેસો ઉમેરાયા

Karan

દેશમાં 16 શહેર હોટ સ્પોટ જાહેર, કોરોનાનો ખતરો વધ્યો કારણકે હવે આ તબક્કામાં પહોચ્યો

Karan
Do NOT follow this link or you will be banned from the site!