GSTV
Home » News » મૃત્યુ પહેલા સુષ્મા સ્વરાજે એક એવી ટ્વીટ કરી જે વાંચ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ભાવુક થઈ જશે

મૃત્યુ પહેલા સુષ્મા સ્વરાજે એક એવી ટ્વીટ કરી જે વાંચ્યા બાદ કોઈ પણ વ્યક્તિ ભાવુક થઈ જશે

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દેશ ખુશી મનાવી રહ્યો હતો ત્યાં જ એવા સમાચાર આવ્યા કે બધાની આંખો ભીની થઈ ગઈ. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજનું દુઃખદ અવસાન થયું. જો કે અવસાનની ગણતરીની પળો પહેલા સુષ્મા સ્વરાજે કરેલું અંતિમ ટ્વીટ સૌના હૈયે વસી ગયું છે. સુષ્મા સ્વરાજે છેલ્લા ટ્વીટમાં લખ્યું હતુ કે પ્રધાનમંત્રીજી આપનો હાર્દિક આભાર. હું મારા જીવનમાં આ દિવસની રાહ જોતી હતી. બસ તેમના આ ટ્વીટની ગણતરીની પળોમાં જ સુષ્મા સ્વરાજનું અવસાન થઈ ગયું. અને રાજનેતાઓની સાથે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો.

રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને એઇમ્સથી ઘરે લઇ જવામાં આવ્યું. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને તેમના દિલ્હી ખાતેના નિવાસ સ્થાન ભવન દીપ ખાતે લઇ જવામાં આવ્યો. જ્યાં તમામ લોકો સવારે 11 વાગ્યાથી તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તેમના પાર્થિવ શરીરને કાર્યાલયમાં રાખવામાં આવશે. જ્યાં તમામ નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે તેમને અંતિમ યાત્રા નિકળશે. જ્યારે સાંજે ચાર વાગ્યે લોધી રોડ ખાતે આવેલા સ્મશાનઘાટ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!