GSTV
Gujarat Government Advertisement

આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવા અંગે સુષ્મા સ્વરાજે આપી આ સ્પષ્ટતા, કહી આ વાત..

Last Updated on June 11, 2019 by Alap Ramani

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવી રહ્યા હોવાના અહેવાલોને ખુદ સુષ્મા સ્વરાજે રદિયો આપ્યો છે. સુષ્મા સ્વરાજે પોતાના અધિકૃત ટ્વીટર એકાઉન્ટ પરથી આ અહેવાલોને સંપૂર્ણ પાયાવિહોણા ગણાવ્યા છે.

તેમણે કહ્યું કે મને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવા અહેવાલો સાચા નથી. ખરેખર તો કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધને કરેલી એક ટ્વીટના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં રહ્યો.

હર્ષવર્ધને ટ્વીટ કરી સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનવા પર અભિનંદન આપ્યા હતા. જોકે બાદમાં તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. પરંતુ હર્ષવર્ધન ટ્વીટ ડિલીટ કરે તે પહેલા તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું હતું. જેના કારણે અટકળોનું બજાર વધુ ગરમ થઇ ગયું હતું. પરંતુ હવે ખુદ સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરતા તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.

મહત્વનું છે કે, ભારત સરકારનાં આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને એક ટ્વિટ કરીને ભારે અટકળોને જન્મ આપ્યો હતો. પોતાનાં ટ્વિટમાં તેમણે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશનાં રાજ્યપાલ પદે નિમણુંક થતા શુભેચ્છા આપી હતી. જો કે ત્યારબાદ તેમણે પોતાનું ટ્વિટ ડિલીટ કર્યુ હતું. જેનાંથી અફવાનું બજાર ગરમ થયું હતું. ડો.હર્ષવર્ધને પોતાનાં ટ્વિટમાં લખ્યું કે, ભાજપનાં વરિષ્ઠ નેતા અને મારા દીદી તેમજ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશનાં રાજ્યપાલ બનવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવું છું. દરેક ક્ષેત્રમાં તમારા લાંબા અનુભવથી પ્રદેશની જનતાને લાભ મળશે.

જ્યાં સુધી હર્ષવર્ધને ટ્વિટ ડિલીટ કર્યુ ત્યાં સુધીમાં તો તે વાયરલ થઇ ગયું હતું. ન્યુઝ એજન્સી ANIએ તેમનાં ટ્વિટનો સ્ક્રિનશોર્ટ લઇને પોસ્ટ કર્યુ હતું. આ મામલે સસ્પેન્સ એટલા માટે કહેવામાં આવે છે કે, આ મુદ્દે હજું સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે દેશનાં અનેક રાજ્યોમાંં ગવર્નરનો કાર્યકાળ પુર્ણ થવાને આરે છે. તેથી સુષ્મા સ્વરાજને રાજ્યપાલ બનાવાય તેવી શક્યતા નકારી શકાય નહિં.

Read Also

Gujarat Government Advertisement

Related posts

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!