GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

40 વર્ષ પહેલા આ નેતાના કહેવાથી સુષ્માને હરિયાણા કેબિનેટથી હટાવવામાં આવ્યા હતા

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું. જેથી દેશ શોકમાં છે. ડૉક્ટર્સે તેમની સારવાર કરી પણ તેમને બચાવી ન શકાયા. આ સાથે જ 67 વર્ષની વયે સુષ્મા સ્વરાજનું નિધન થયું. સુષ્માજીના નિધન સાથે એક યુગની પણ સમાપ્તિ થઈ.

હરિયાણાથી કેબિનેટમાં

ચૌધરી દેવી લાલ પહેલી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા. જનતા પાર્ટીએ 90માંથી 75 સીટો હાંસિલ કરી હતી. પણ સૌથી મોટી સમસ્યા મંત્રીની પસંદગી કરવાની હતી. વધારેમાં વધારે 10 મંત્રી બની શકે તેમ હતા. તેમાં પણ જનતા પાર્ટીમાં 6 ભાગ હતા. કોઈની પાસે બે ધારાસભ્ય તો કોઈની પાસે 45. મંત્રી પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ. જેમાંથી 9 મંત્રીઓ પર પસંદગીની મહોર મારવામાં આવી. જેમાંથી એક સુષ્મા સ્વરાજ પણ હતા. દેશની સૌથી નાની ઉંમરની મહિલા અને કેબિનેટ મિનિસ્ટર બનનારી મહિલા પણ. 17 નવેમ્બર 1977માં એક ખબર છપાઈ કે સુષ્મા સ્વરાજ પાસેથી કેબિનેટ મંત્રી પદ છીનવી લેવામાં આવ્યું છે. એ સમયે તેઓ હાઉસિંગ મિનિસ્ટર હતા. જેની પાછળનું કારણ સુષ્મા દ્રારા સરકારની આલોચનાને માનવામાં આવ્યું. સરકારે તો કોઈ સ્પષ્ટ કારણ ન આપ્યું. ઓફિશ્યલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં દર્શાવવામાં આવ્યું કે, સુષ્માની પાસે હાઉસિંગ, જેલ, આર્કિટેક્ચર, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી સાથે કલ્ચરલ અફેર્સના પોર્ટફોલિયો હતા. જે હવે સીએમ દેવીલાલની પાસે રહેશે.

શા માટે ગુમાવ્યું કેબિનેટ પદ ?

સુષ્મા સ્વરાજને મંત્રાલય સમાજવાદી પાર્ટી તરફથી મળ્યું હતું. તેઓ જ્યોર્જ ફર્નાન્ડિઝની નજીકના હતા. તેમને મંત્રી પદથી હટાવવાનો નિર્ણય તાત્કાલિક ન થયો. એ સમયે દેવીલાલના દિકરા ઓમ પ્રકાશ ચૌટાલાની સરકારમાં ખૂબ ચાલતી હતી. દેવીલાલ તેમની તમામ વાતો સાંભળતા હતા. જે લોકો ઓમ પ્રકાશ ચૌટાલાને પસંદ નહોતા કરતા અથવા તો તેમની સાથે નહોતા, તેમનું મંત્રી પદ પર રહેવું સરળ નહોતું. સુષ્માજી પણ તેની બેડ લિસ્ટમાં હતા. સુષ્માએ આ વચ્ચે સરકારની આલોચના પણ કરી. ઓમ પ્રકાશે તેનો ફાયદો ઉઠાવ્યો. સુષ્માને કેબિનેટ મંત્રી પદથી હાથ ધોવા પડ્યા.

ઓમ પ્રકાશ ચૌટાલાને પણ સત્તા ગુમાવવી પડી

ઓમ પ્રકાશ ચૌટાલા જરૂર કરતા વધારે હસ્તક્ષેપ કરતા હતા. 1979માં આ કારણે જ તેમની સરકાર પડી ગઈ. તેમના સ્વભાવથી દરેક નેતા અસંતુષ્ટ રહેતા હતા. દેવીલાલને પણ મોડી મોડી એ વાતની ખબર પડી. એ જ કારણ હતું કે બાદમાં દેવીલાલની સરકારમાં આવ્યા અને ઓમ પ્રકાશ ચૌટાલાને વધારે મહત્વ ન આપ્યું. એ વચ્ચે સુષ્મા સ્વરાજની ઈનિંગ ચાલુ રહી. 1979માં હરિયાણાના પ્રવક્તા બન્યા. કોઈ પણ રાજનિતીક પાર્ટીથી પ્રવક્તા બનનારા તેઓ પ્રથમ મહિલા નેતા હતા.

એ પછી રાજકીય ઈનિંગ બુલેટની સ્પીડે દોડવા લાગી

ભાજપના કદ્દાવર નેતા અને એક પ્રખર વક્તા સુષ્મા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બાદ વિદેશ પ્રધાન બનનારા તેઓ દેશના બીજા મહિલા હતા. હરિયાણાના કેન્ટમાં જન્મેલા સુષ્મા સ્વરાજના પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહત્વના સભ્યોમાં સામેલ હતા. જેથી શરૂઆતના સમયથી જ સુષ્મા સંઘની વિચારધારાના સમર્થક રહ્યા.

વર્ષ 1970માં સુષ્મા સ્વરાજે એબીવીપીમાંથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. 1973માં તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે પ્રેકટીસ શરૂ કરી હતી. 13 જુલાઇ, 1975માં તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ સ્વરાજ કૌશલ સાથે લગ્ન કર્યા. સંતાનમાં તેમને એક પુત્રી છે. સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ સોશિયાલિસ્ટ લીડર જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સંકળાયેલા હતા. સુષ્મા સ્વરાજ પણ વર્ષ 1975માં જ્યોર્જ ફર્નાન્ડિસની લીગલ ટીમનો હિસ્સો બની ગયા. જયપ્રકાશ નારાયણ આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો. ઇમરજન્સી બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા.

Sushma Swaraj

જુલાઇ,1977માં તેઓ દેવીલાલની આગેવાનીવાળી જનતા પાર્ટી સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા. તે સમયે સુષ્મા સ્વરાજની ઉંમર માત્ર 25 વર્ષની હતી. તે સમયે તેઓ વિધાનસભાના સૌથી યુવા સભ્ય હતા. ત્યારબાદ 1987થી 1990 સુધી તેઓ હરિયાણાના શિક્ષા પ્રધાન રહ્યા. 27 વર્ષની ઉંમરે સુષ્મા સ્વરાજને હરિયાણામાં જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવાયા. સુષ્મા સ્વરાજે એપ્રિલ,1990માં રાષ્ટ્રીય રાજનીતિમાં પગ મુક્યો. 1990માં તેમને રાજ્યસભામાં સભ્ય બનાવાયા. 1996માં તેઓ દક્ષિણ દિલ્હીના સાંસદ તરીકે ચૂંટાઇને લોકસભા પહોંચ્યા. 13 દિવસની વાજપેયી સરકારમાં તેમને સૂચના અને પ્રસારણ પ્રધાન બનાવાયા હતા. ઓક્ટોબર, 1998માં તેમણે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બન્યા.

વધતી મોંઘવારીના કારણે ભાજપ વિધાનસભા ચૂંટણી હારી ગયું. અને સુષ્મા સ્વરાજે પુનઃ રાષ્ટ્રીય રાજનીતિમાં વાપસી કરી હતી.
સપ્ટેમ્બર, 1999માં ભાજપે સુષ્મા સ્વરાજને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિરૂદ્ધ કર્ણાટકની બેલ્લારી બેઠક પરથી ઉતાર્યા હતા. તેમણે ચૂંટણી પ્રચારમાં લોકોને કન્નડમાં સંબોધિત કર્યા. માત્ર 12 દિવસના ચૂંટણી પ્રચારમાં તેમણે 3 લાખ 58 હજાર મત પ્રાપ્ત કર્યા હતા. તેમ છતાં સોનિયા ગાંધી સામે તેઓ માત્ર સાત ટકા મતથી હારી ગયા હતા. તેના થોડા સમય બાદ સુષ્મા સ્વરાજ ફરી રાજ્યસભાના સાંસદ બન્યા.

Sushma Swaraj

વર્ષ 2000માં વાજપેયી સરકારમાં તેમને ફરી સૂચના અને પ્રસારણ પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી. વર્ષ 2004માં ભાજપનો લોકસભા ચૂંટણીમાં પરાજય થતાં એનડીએ સરકારનું પતન થયું હતુ. પરંતુ સુષ્મા સ્વરાજનું રાજકીય કદ ઘણું વધી ગયું હતુ. વર્ષ 2009ની ચૂંટણીમાં તેઓ ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર હતા. પરંતુ કોંગ્રેસ ફરીથી સત્તામાં આવ્યા બાદ તેમની વિરોધ પક્ષના નેતા તરીકે પસંદગી થઇ હતી. વર્ષ 2014 સુધી સુષ્મા સ્વરાજ વિરોધ પક્ષના નેતા રહ્યા.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ ત્યારે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને વિદેશ પ્રધાનની મહત્વની જવાબદારી સોંપવામાં આવી. સુષ્મા સ્વરાજે વિદેશ પ્રધાન તરીકેની જવાબદારી બખૂબી નિભાવી. તેમને અત્યાર સુધીમાં દેશના સૌથી સફળ વિદેશ પ્રધાન ગણવામાં આવે છે.

READ ALSO

Related posts

EDની સૌથી મોટી કાર્યવાહી, આ ફર્મને ફટકારી અધધ 7,220 કરોડની ફેમા નોટિસ

Bansari

કોરોનાનું કાળચક્ર: દેશમાં ચેપગ્રસ્તોની સંખ્યા 7 લાખને પાર પહોંચી, છેલ્લા 24 કલાકમાં 21 હજારથી વધુ કેસો નોંધાયા

pratik shah

આ રાજ્યએ કરી દેખાડી કમાલ! 100% ઘરોમાં LPG કનેક્શન ધરાવતું આ છે દેશનું પ્રથમ રાજ્ય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!