GSTV
Home » News » સોશિયલ મીડિયા દ્વારા સુષ્મા સ્વરાજે ફરી એક યુવાનની મદદ કરી

સોશિયલ મીડિયા દ્વારા સુષ્મા સ્વરાજે ફરી એક યુવાનની મદદ કરી

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.  સોશિયલ મીડિયા પર કરવામાં આવતા તમામ સવાલોના જવાબ સુષમા સ્વરાજ આપે છે. ત્યારે ગત્ત દિવસે સુષમા સ્વરાજ પાસે એક શખ્સે મદદ માગી હતી. જોકે તેમણ મદદ કરવાનો ઇનકાર કર્યો હતો.

શેખ અતીક નામના શખ્સે ટ્વિટ કરીને કહ્યુ કે, મારો પાસપોર્ટ ડેમેજ થયો છે. અને મારી તબીયત ખરાબ છે. જેથી હું ભારત આવવા ઈચ્છુ છું. સુષમાએ વળતા જવાબમાં કહ્યુ કે, તમારૂ લોકેશન ભારત પ્રશાસિત કાશ્મીર છે. આવી કોઈ જગ્યા નથી કે જ્યા ભારત મદદ કરી શકે. પરંતુ તમે જમ્મુ કાશ્મીરથી હોત તો અમે તમારી મદદ કરવા માટે સક્ષમ હતા. બાદમાં  શેખ અતીકે  પોતાનું લોકેશન બદલીને જમ્મુ કાશ્મીર કર્યુ હતું.  અને બાદમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને મદદના આદેશ આપ્યા હતા.

મહત્વનું છે કે, શેખ અતીક ફિલિપિન્સમાં મેડિકલનો કોર્સ કરી રહ્યો છે. તેમણે ભારત આવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદ માગી હતી. આ પહેલા પણ વિદેશ મંત્રાલયે અનેક લોકોને સોશિયલ મીડિયાના આધારે મદદ કરી હોવાનું પણ સામે આવ્યુ છે.

Related posts

ભારતે ચીન માટે જાહેર કરી ગાઈડ લાઈન, પ્રવાસ ટાળવાની આપી સલાહ

Nilesh Jethva

VIDEO : ચીનીઓના ચામાચીડિયા અને સાપ ખાવાના શોખ જ છે સૌથી જીવલેણ વાયરસનું કારણ

Karan

BOB નફામાંથી ખોટમાં તો ICICI બેંકને લોટરી લાગી ગઈ, 160 ટકા આવક વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!