GSTV
Home » News » જ્યારે સુષ્મા સ્વરાજે એક ક્રિકેટરની ડિપોઝીટ ડુલ કરી નાખી

જ્યારે સુષ્મા સ્વરાજે એક ક્રિકેટરની ડિપોઝીટ ડુલ કરી નાખી

એ સમયે વર્ષ હતું 1996નું. દક્ષિણ દિલ્હીથી કાંટેની ટક્કર જેવો માહોલ પનપી રહ્યો હતો. ભાજપ તરફથી સુષ્મા સ્વરાજે મોરચો સંભાળેલો હતો. કોંગ્રેસે નવો દાવ આજમાવ્યો. આ દાવ હતો કપિલ સિબ્બલનો. જે કોંગ્રેસના અનુભવી નેતા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટેના ન્યાયાધિશ વી રામાસ્વામી પર મહાભિયોગનો મામલો સંસદમાં ચાલી રહ્યો હતો. સિબ્બલ તેમને ડિફેન્ડ કરવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા. પી.વી નરસિમ્હારાવ એ સમયે દેશના પ્રધાનમંત્રી હતા. કપિલ સિબ્બલની બોલવાની કળા જોઈ મંત્રમુગ્ધ થઈ ગયેલા નરસિમ્હારાવે તેમને 1996માં ચૂંટણી લડવા માટે ટિકિટ આપી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીએ પોતાની અલગથી કોંગ્રેસ શરૂ કરી હતી. ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ. તિવારી કોંગ્રેસથી પોતાનું નસીબ અજમાવવા માટે પૂર્વ ભારતીય ક્રિકેટર અને મીડ પેસર મનોજ પ્રભાકર મેદાને ઉતર્યા હતા.

ચૂંટણી થઈ અને દક્ષિણ દિલ્હીમાં સુષ્મા સ્વરાજના નામનો ડંકો વાગી ગયો. સુષ્માને 2,94,570 મત મળ્યા હતા. કપિલ સિબ્બલે ટક્કર આપી પણ સુષ્માને હરાવી ન શક્યા. જેમને 1,80,564 મત મળ્યા હતા. તો ત્રીજી બાજુથી તિવારીની કોંગ્રેસ પાર્ટીમાંથી મેદાને ઉતરેલા મનોજ પ્રભાકરને 17,690 મત મળ્યા હતા. એટલે કે સુષ્મા સ્વરાજે દક્ષિણ દિલ્હીમાં ન માત્ર જીત હાંસિલ કરી પણ એક ક્રિકેટરની ડિપોઝીટ પણ ડુલ કરી નાખી હતી.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!