GSTV
Home » News » Video: સુષમા સ્વરાજને જોતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં ‘મસાલા કિંગ’ ધર્મપાલ ગુલાટી

Video: સુષમા સ્વરાજને જોતાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં ‘મસાલા કિંગ’ ધર્મપાલ ગુલાટી

પૂર્વ વિદેશ મંત્રી સુષ્માના નિધન પર જ્યાં આખો દેશ શોકમાં ડૂબ્યો છે ત્યાં મોદી અને અડવાણી જેવા નેતાઓ પણ આંસૂ રોકી શક્યા નહી. સાથે જ મસાલા કંપની એમડીએચના માલિક પણ સુષમા સ્વરાજનો મૃતદેહ જોઇને ધ્રુસકો ધ્રુસકે રડી પડ્યાં. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ધર્મપાલ ગુલાટીને સંભાળ્યા.

જણાવી દઇએ કે ભારતીય જનતા પાર્ટીના દિનદયાળ ઉપાધ્યાય માર્ગ સ્થિત મુખ્યાલય પર પૂર્વ વિદેશ મંત્રીનું શબ અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. અહી હાજર સેંકડો લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન મસાલા કંપની એમડીએચના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ધર્મપાલ ગુલાટી સુષમા સ્વરાજનું શબ જોતાં જ ભાવુક થઇ ગયાં અને રડી પડ્યાં. ત્યાં હાજર લોકોએ તેમને સંભાળવાનો પ્રયાસ કર્યો.

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધન પર સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. ત્યારે ભાજપ કાર્યાલય પર રાખવામાં આવેલા સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. જે બાદ પોલીસ દ્વારા સલામી પણ આપવામાં આવી હતી. અને પરિવારના સભ્યોએ પણ તિરંગામાં લપેટાયેલા સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને સલામી આપી હતી.

હાર્ટ અટેકથી થયું નિધન

ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. હાર્ટ એટેક આવતા તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ડોકટર્સની ટીમ તેમની સારવાર માટે લગાવવામાં આવ્યા હતા. ખરાબ તબિયત થયા બાદ તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઇમ્સના ડોકટર્સની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી હતી. પરંતુ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સુષ્મા સ્વરાજને ન બચાવી શકતા ડોક્ટરો પોતે રડી પડ્યા.. રાત્રે  11 વાગ્યે તેમના નિધનની જાણકારી આપવામાં આવી.

આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, પ્રહલાદ પટેલ, હર્ષવર્ધન સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ એઇમ્સ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજ ઘણા લાંબા સમયથી બિમાર હતા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું હતુ. બિમારીના કારણે તેઓ 2019ની લોકસભા ચૂંટણી પણ લડ્યા ન હતા. 2014માં એનડીએની સરકાર રચાયા બાદ તેમને વિદેશ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. વિદેશ પ્રધાનના કાર્યકાળમાં અને ત્યારબાદ પણ તેઓ સોશિયલ મીડિયામાં ઘણા સક્રિય રહ્યા. પોતાના જીવનના અંતિમ દિવસના અંતિમ કલાકોમાં પણ તેમણે કલમ-370ની નાબૂદીને લઇને ટ્વિટ કર્યું હતુ.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!