GSTV
India News ટોપ સ્ટોરી

આ છે આપણા નેતા સુષમા સ્વરાજ, અંગ્રેજી ન આવડી તો યુવકને કહ્યું કંઈ વાંધો નહીં

sushma swaraj pakistan

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર હોય છે. ખાસ કરીને તેવા કિસ્સામાં જ્યારે કોઈ ભારતીય નાગરિક વિદેશમાં કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય ત્યારે સુષ્મા સ્વરાજ મદદ કરે છે. સુષ્મા સ્વરાજની મદદનાં અનેક કિસ્સા સામે આવ્યાં છે. તાજેતરમાં જ  એક શખ્સે જે રીતે વિદેશપ્રધાન પાસે મદદ માંગી તે ઘણી જ રસપ્રદ છે.  

મૂળ પંજાબનાં રહેવાસી આ શખ્શે ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજ પાસે મદદની પોકાર કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, હું મલેશિયામાં રહું છું. મારો મિત્ર માનસિક બિમારીથી પીડાઈ રહ્યો છે. જેથી હું તેને ભારત મોકલવા માગું છું. આ ટ્વિટની ખાસ વાત એ છે કે, મદદ માગનારા શખ્સની ભાંગેલી-તુટેલી અંગ્રેજી સોશ્યલ મીડિયામાં લોકો માટે મજાકનું કારણ બની છે.

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગવા વાળા આ યુવકની ટ્વિટ સોશ્યલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે. લોકોએ તેને યોગ્ય ફોર્મેટમાં લખવાની સલાહ આપી રહ્યા છે. જો કે તેમ છતાં સુષ્મા સ્વરાજે આ યુવકને મદદ કરવાનું આશ્વાસ્ન આપ્યું. વિદેશમંત્રીએ યુવકની અંગ્રેજી ભાષાની મજાક ન ઉડાવી અને તેને પ્રોત્સાહન સાથે મદદની ખાતરી આપી. સુષ્મા સ્વરાજે કહ્યું કે મેં અંગ્રેજીનાં તમામ વ્યાકરણ અને ઉચ્ચારણ વિશે અભ્યાસ કર્યો છે. જેથી લોકો પણ વિદેશ મંત્રીનાં જવાબની રાહ જોઈ રહ્યા છે.

READ ALSO

Related posts

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth

નોકરીયાત વર્ગ માટે આવ્યા ખુશ ખબર ભારતમાં સરેરાશ પગાર વધારો 10.2% થવાની સંભાવના

pratikshah

111 વર્ષનું થયું બિહાર / 1912માં બંગાળ પ્રાંતથી અલગ થઈ સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Kaushal Pancholi
GSTV