GSTV
Home » News » મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, થયો મોટો ખુલાસો

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, થયો મોટો ખુલાસો

sushma swaraj bungalows

સરકારી બંગલામાં રહેતાં પીએમ મોદીનાં કેટલાંક મંત્રીઓએ આવાસનું ભાડુ ચૂકવ્યુ નથી. આ વાતનો ખુલાસો RTI દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહ અને શહેરી બાબતોનાં મંત્રાલયે જણાવ્યુ છેકે, વિજય ગોયલ, પ્રકાશ જાવડેકર, નિર્મલા સીતારામન અને સુષ્મા સ્વરાજ સહિતનાં કેટલાંક કેન્દ્રીય મંત્રીઓએ તેમના સરકારી આવાસનું ભાડુ ફેબ્રુઆરી મહિનાથી ભર્યુ નથી.

મંત્રાલયે એક આરટીઆઈના જવાબમાં કહ્યુ છેકે, કેન્દ્રીય અલ્પસંખ્યક મામલાનાં મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે પણ તેમના બંગલાનું બાકી ભાડુ ચૂકવ્યુ નથી. મંત્રાલયનાં એક અધિકારીઓ જણાવ્યુ હતુકે, આ બાકી ભાડુ બંગલામાં ઉપલબ્ધ ફર્નીચર અને અન્ય વસ્તુઓથી સંબંધિત છે. મંત્રાલય મુજબ મુખ્તાર અબ્બાસ નક્વીનાં 1.46 લાખ રૂપિયા અને જીતેન્દ્રસિંહનાં 3.18 લાખ રૂપિયા ચૂકવવાનાં બાકી છે. અજીત કુમાર સિંહ દ્વારા કરાયેલી RTI પર 26 એપ્રિલે આપેલાં જવાબમાં જાણકારી આપી હતી.

એટલું જ નહી, રક્ષામંત્રી નિર્મલા સીતારમનને પણ ફેબ્રુઆરીથી 53,276 રૂપિયા ચૂકવવાનાં બાકી છે. તો પ્રકાશ જાવડેકરનાં 86,923 રૂપિયા બાકી છે. તેના સિવાય વિજય ગોયલના લગભગ 3 લાખ રૂપિયા ભાડા પેટે ચૂકવવાના બાકી છે. જ્યારે કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહે ઉપર ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 2,88,269 રૂપિયા ચૂકવવાના બાકી છે. તો વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ ફેબ્રુઆરીથી પૈસા ચૂકવ્યા નથી. તેમના 98,890 રૂપિયા બાકી છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!