GSTV
Home » News » રાજનેતા જ નહી ‘યોદ્ધા’ પણ હતાં સુષ્મા સ્વરાજ, લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં બે વાર નોંધાયું તેમનું નામ

રાજનેતા જ નહી ‘યોદ્ધા’ પણ હતાં સુષ્મા સ્વરાજ, લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકોર્ડઝમાં બે વાર નોંધાયું તેમનું નામ

સંસ્કૃત અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક એવા સુષમા સ્વરાજ ભારતીય સંસદથી લઇને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સુધી હિન્દીમાં જોરદાર ભાષણ આપવા માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દી વક્તા તરીકે સુષમા શરૂઆતથી જ પ્રખર પ્રતિભાશાળી હતા. તેમણે હરિયાણાના ભાષા વિભાગ તરફથી આયોજિત હિન્દી વક્તા હરિફાઇમાં સતત ત્રણ વર્ષ સુધી શ્રેષ્ઠ વક્તાનો ખિતાબ જીત્યો હતો. તેમને હરિયાણા રાજ્ય વિધાનસભા તરફથી પણ શ્રેષ્ઠ હિન્દી વક્તા તરીકે સન્માનિત કરવામાં આવ્યાં હતા.

રાજનેતા જ નહી ‘યોદ્ધા’ પણ હતાં સુષમા

સુષમા સ્વરાજે ખાદી પહેરીને રાજકારણમાં કામ કરતાં પહેલાં યોદ્ધાની ખાખી વરદી પણ પહેરી હતી. તેઓ સતત ત્રણ વર્ષો સુધી અંબાલા કેંટની એસડી કોલેજમાં એનસીસીના બેસ્ટ કેંડેટ સિલેક્ટ થયાં હતા.

Sushma Swaraj andhra

જે બોલીવુડ ફિલ્મોને દુનિયાભરમાં શોખથી જોવામાં આવે છે, તેના નિર્માણને ઉદ્યોગનો દરજ્જો આપીને બેન્કમાંથી લોન લેવાનો રસ્તો સાફ કરવાનો શ્રેય સુષમાને જાય છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં 1998માં સુષમાએ કેન્દ્રીય સુચના તથા પ્રસારણ મંત્રી તરીકે બોલીવુડને ઇન્ડસ્ટ્રી ઘોષિત કર્યુ હતુ. આ પગલાને બોલીવુડ ફિલ્મોમાં અંડરવર્લ્ડના ગેરકાયદેસર નાણાનો ઉપયોગ બંધ કરનાર પણ માનવામાં આવે છે.

સુષમા પોતાના હાજરજવાબી સ્વાભાવ માટે પણ જાણીતા હતા. સંસદમાં ચર્ચાઓ વચ્ચે તેમને જવાબોએ અનેકવાર વિપક્ષી સભ્યોની બોલતી બંધ કરી દીધી છે તો ટ્વિટર પર તેમના જડબાતોડ જવાબોએ લોકોનું દિલ જીત્યું છે. એક ફૉલોઅરે આવા ટ્વિટ કરવા પર ટ્વિટ કર્યુ કે આ નિશ્વિતરૂપે સુષમા સ્વરાજ નથી, તો તેમણે લખ્યું કે નિશ્વિંત થઇ જાઓ, હું જ છું, મારુ ભૂત નથી.

આવી જ રીતે ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનમાં પોતાની નકલ કરનારી ભવ્યા નામની બાળકી માટે તેમણે લખ્યું હતું કે, પ્રિય ભવ્યા, લાગે છે કે ટૂંક સમયમાં લોકો તને રિયલ અને મને ડુપ્લીકેટ કહેવા લાગશે. આ જ રીતે એક વ્યક્તિની ફ્રીજની ફરિયાદ પર તેમણે લખ્યું કે, ભાઇ આમા હું તમારી મદદ ન કરી શકુ, કારણ કે હું સંકટમાં ફસાયેલા લોકોની મદદમાં ફસાયેલી છું.

Sushma Swaraj

વડોદરા ડાયનામાઇટ મામલે જ્યોર્જ ફર્નાન્ડીઝના વકીલોની ટીમમાં સામેલ હતાં

રાજનેતા ઉપરાંત વ્યવસાયે વકીલ પણ રહેલાં સુષમા સ્વરાજ તે વકીલોની ટીમમાં હતાં, જેમણે ઇમરજન્સી દરમિયાન દેશના પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ પર લાગેલા વડોદરા ડાયનામાઇટ કાંડના આરોપને લઇને કોર્ટમાં 1975થી 1977 સુધી તેમનો બચાવ કર્યો હતો.

Read Also

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!