GSTV
India News Trending

ચમકી તાવ પર મૌન રહેલા સુશીલ મોદીએ શેર કરી મિસ ઇન્ડિયા સાથે તસવીર, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકી નાંખ્યા

ચમકી તાવને લઇને બિહારમાં થયેલા 150થી વધુ બાળકોના મોત પર મૌન ધારણ કરીને બેઠેલા સુશીલ મોદીએ મંગળવારે સાંજે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેંટ્સ 2019ની શ્રેયા શંકર સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી. જેને લઇને સોશિયલ મીડિયા પર તેમની ઝાટકણી કાઢવામાં આવી.

તેમણે ટ્વીટમાં ફોટો પોસ્ટ કરવાની સાથે લખ્યું, 5 દેશ રત્ન માર્ગ સ્થિત કાર્યાલાયમાં મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેંટ્ય 2019નો ખિતાબ જીતનારી બિહારની શ્રેયા શંકરે શિષ્ટાચાર મુલાકાત કરી. તેના પર ટ્વિટર યુઝર્સે તેમની ઝાટકણી કાઢી છે. ધીરૂ રૌતેલા નામના એક યુઝરે લખ્યું કે, ઉપમુખ્યમંત્રી જી તમારા રાજ્ય બિહારમાં ચમકી તાવના કારણે નાના માસૂમ બાળકો મરી રહ્યાં છે અને તમે શિષ્ટાચાર મુલાકાત કરી રહ્યાં છો.

શાકિબ નામના એક યુઝરે લખ્યું કે શું તેનાથી બિહારની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધાર આવશે. જણાવી દઇએ કે પાછલા દિવસોમાં બિહારના મુઝફ્ફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં 150થી વધુ બાળકો ચમકી તાવના કારણે મોતને ભેટ્યાં છે. જો કે જ્યારે પણ આ મામલે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે મૌન ધારણ કરી લીધું.

પ્રદીપ ગુપ્તા નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, તમારી પાસે બિહારમાં દરરોજ મરતા બાળકો માટે સમય નથી, દુનિયાના બાકી તમામ કામો માટે છે…થોડી શરમ કરો..સની યાદવ નામના વ્યક્તિએ ટવિટ કરીને સુશીલ મોદી પર પ્રહાર કર્યા. તેણે લખ્યું કે મિસ ઇન્ડિયા માટે ટાઇમ છે, પરંતુ મુઝફ્ફરનગરના બિમાર બાળકો અને તેના પરિવારજનો માટે ટાઇમ નથી.

Read Also

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ

Hina Vaja

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi
GSTV