GSTV

મોટા સમાચાર/ ચૂંટણી પહેલાં મોદી આવ્યા કોરોના પોઝિટીવ: એઈમ્સમાં કરવા પડ્યા દાખલ, બિહારને લાગશે ઝટકો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની વચ્ચે કોરોનાનું સંકટ વધી રહ્યું છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી કોરોના પોઝીટીવ  હોવાનું જાણવા મળ્યું છે. તેમને પટનાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુશીલ મોદીએ ટ્વીટ કરીને તેના વિશે માહિતી આપી હતી.

સુશીલ કુમાર મોદીએ ટ્વીટ કર્યું હતું કે તેઓ કોરોના વાયરસ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તે સ્વસ્થ છે પરંતુ બે દિવસથી શરીરનું તાપમાન અમુક હદ સુધી વધી ગયું છે. જે બાદ હવે તેમને પટનાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેઓ કેમ્પેઈનમાં પરત આવશે.

તમને જણાવી દઇએ કે બિહારમાં સુશીલ મોદી પહેલા ભાજપના કેટલાક અન્ય નેતાઓ પણ કોરોના સંકટની પકડમાં આવી ગયા છે. બીજેપીના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શાહનવાઝ હુસેન પાછલા દિવસે કોરોના પોઝીટીવ જોવા મળ્યા હતા. જે બાદ રાજીવ પ્રતાપ રૂડી, મંગલ પાંડેએ પોતાને અલગ રાખ્યા હતા.

બિહારમાં પહેલા તબક્કાના મતદાનને હજુ એક અઠવાડિયા બાકી છે, 28 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં, બિહાર ભાજપ માટે આ મોટો ફટકો છે, કારણ કે ઘણા નેતાઓ સતત કવોરેન્ટાઈન થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના પ્રચાર અભિયાનને અસર થઈ શકે છે. બિહારમાં ભારતીય જનતા પાર્ટીએ આજે ​​તેના વિઝન દસ્તાવેજ જાહેર કર્યા છે. જેમાં ભાજપ દ્વારા અનેક વચનો અપાયા છે. આ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી બિહારમાં ભાજપ માટેના ચૂંટણી પ્રચારનો હવાલો સંભાળશે.

READ ALSO

Related posts

VIP રોડ પર VIP નેતાઓનો અકસ્માત/ મુખ્યમંત્રીની ગાડીના કાફલાનો પૂર્વ મુખ્યમંત્રીની ગાડીના કાફલા સાથે થયો અકસ્માત

Pravin Makwana

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!