GSTV
Home » News » બિહારમાં મુખ્યમંત્રી મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થતા નાયબ મુખ્યમંત્રીએ પૂર્ણવિરામ મુકવા આ કરવું પડ્યું

બિહારમાં મુખ્યમંત્રી મુદ્દે રાજકીય ઘમાસાણ શરૂ થતા નાયબ મુખ્યમંત્રીએ પૂર્ણવિરામ મુકવા આ કરવું પડ્યું

બિહારમાં સીએમ પદ માટે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સુશિલ કુમાર મોદીએ નિવેદન આપ્યુ છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, નીતિશ કુમાર પ્રદેશ એનડીએના કેપ્ટન છે. જેથી રાજ્યમાં સીએમ પદ માટે કોઈ નવા ચહેરા અંગે ચર્ચા કરવાનો સવાલ પેદા થતો નથી.

ભાજપ નેતા સંજય પાસવાનના નિવેદન બાદ બિહારની રાજનીતિમાં ઘમાસાણ શરૂ થયુ હતુ. તેમણ જણાવ્યુ હતુ કે, નીતિશ કુમારે મુખ્ય મંત્રી પદ ભાજપ માટે છોડી કેન્દ્રમાં જવાબદારી સંભાળવી જોઈએ. ભાજપ નેતાના આ પ્રકારના નિવેદન બાદ જેડીયુ નેતાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી.

જેડીયુ નેતા કેસી ત્યાગીએ જણાવ્યુ હતુ કે, ભાજપના નેતાનું આ પ્રકારનું નિવેદન બિહારમાં ગઠબંધનને અસર કરી શકે છે. ત્યારે બિહારમાં શરૂ થયેલા રાજકીય ઘમાસાણ બાદ સુશિક કુમાર મોદીએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે.

READ ALSO

Related posts

બસપાના ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા માયાવતીએ કર્યા આકરા પ્રહારો, સીએમ ગહેલોતે પણ કર્યો વળતો હુમલો

Nilesh Jethva

આ કંપનીના એમ્પલોય પોતે નક્કી કરે છે સેલેરી, પોતે ઈચ્છે ત્યારે વધારો કરી શકે છે

Kaushik Bavishi

તો સટ્ટાબજાર પર નહી થાય જેલ!, મેચ ફિક્સિંગ રોકવા માટે BCCI લેશે આ મોટો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!