GSTV
Bollywood Entertainment Trending

આલિયાની આ હરકતથી નારાજ થયો હતો સુશાંત, ટ્વીટ કરીને ઠાલવ્યો હતો ગુસ્સો

આલિયા ભટ્ટ, કરણ જોહર, સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભણશાળી સહિત આઠ વ્યક્તિ સામે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ આ લોકો સામે એવો આરોપ હતો કે તેઓ સુશાંતનો બોયકોટ કરતાં હતા. આ ઉપરાંત બોલિવૂડમાં સગાવાદ અને ચમચાગીરી ચાલે છે તેવો આક્ષેપ પણ થયો છે. હવે સુશાંતની રાબ્તા ફિલ્મ સાથે સંકળાયેલી એક સ્ટોરી સામે આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એક તરફ નેપોટિઝમ અંગે ચર્ચા ચાલું થઈ ગઈ છે.

2015માં આલિયાએ રાબ્તા ફિલ્મ છોડી હતી

લોકો કરણ જોહર, સલમાન અને આલિયા ભટ્ટને નિશાન પર લઈ રહ્યા છે. એક જૂના ઇન્ટરવ્યૂમાંથી એમ બહાર આવ્યું છે કે સુશાંત ખરેખર કેટલાક લોકોથી નારાજ હતો. હવે આલિયા ભટ્ટ સાથેનો એક મામલો સામે આવ્યો છે.
એક ઇન્ટરવ્યૂમાં સુશાંતે રાબ્તા ફિલ્મ છોડી તેનો ઉલ્લેખ છે. 2015માં આલિયા ભટ્ટે રાબ્તા ફિલ્મ છોડી દીધી હતી. આ બાબતે સુશાંત નારાજ થઈ ગયો હતો. તેને આલિયા સામે આ મામલે જ નારાજગી હતી.

સુશાંતે ટ્વિટ કરીને ઠાલવ્યો હતો ગુસ્સો

એમ કહેવાય છે કે રાબ્તા માટે આલિયા ભટ્ટે શૂટિંગની તારીખો આપી દીધી હતી પરંતુ અચાનક તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. હકીકતમાં આલિયાએ એ ફિલ્મ છોડી તેનું કારણ એ હતું કે તે કરણ જોહરની ફિલ્મ શુદ્ધિમાં કામ કરવા માગતી હતી અને કરણ જોહરને કારણે તેણે રાબ્તા ફિલ્મ છોડીને સુશાંતને નિરાશ કરી દીધો હતો. એ વખતે સુશાંતે ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવતાં કહ્યું હતું કે લોકો પોતાના ફાયદા માટે બીજાનો પ્રોજેક્ટ બગાડતા હોય છે. તારી સ્ક્રીપ્ટ કરતાં પણ મારી સ્ક્રીપ્ટ બહેતર છે તેમ છતાં આવા બહાના બતાવો છો.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV