GSTV

સુશાંત આત્મહત્યા કેસ : સુપ્રીમે ફગાવી દીધી CBI તપાસની માગ, મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ કરી રહી છે આ કેસની તપાસ

સુશાંત

સુશાંત સિંહ રાજપૂરની મોત પર CBI તપાસની માંગ કરનાર નજહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસને તેનું કામ કરવા દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદાર અલખ પ્રિયાને આ મામલે કોઇ લેવાદેવા નથી. કોર્ટે અરજદારને કહ્યું કે તે બોમ્બે હાઇકોર્ટ જાય.

બિહાર પોલીસે સુશાંતની બહેનનું નિવેદન લીધું

બિહાર પોલીસે મુંબઇમાં સુશાંતની બહન મીતૂ સિંહ અને મિત્ર મહેશ કૃષ્ણ શેટ્ટીનું પણ નિવેદન લીધું છે. સુશાંતની બહેને પોલીસ નિવેદનમાં જણાવ્યું છે કે રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં લઈ લીધો હતો. ભૂત પ્રેતની સ્ટોરી સંભળાવીને તેનું ઘર પણ બદલાવી દીધું હતું. બિહાર પોલીસ હવે સુશાંતના એકાઉન્ટની માહિતી માટે બેન્ક જઈ શકે છે. સાથે એ ડોકટરોની પણ પૂછપરછ થઈ શકે છે જેઓએ સુશાંતની સારવાર કરી છે.

અંકિતા લોખંડેએ કર્યો ચોંકાવનારો ખુલાસો

શાંતસિંહ રાજપૂતના કેસમાં હવે ફરીથી નવો વળાંક આવ્યો છે અને અંકિતા લોખંડેએ એક નવો ઘટસ્ફોટ કર્યો છે. સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ રિયા ચક્રવર્તી વિશે આ ખુલાસો કર્યો છે. સુશાંતસિંહ રાજપૂતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ બિહાર પોલીસને કહ્યું છે કે ફિલ્મ ‘મણિકર્ણિકા’ના પ્રમોશન દરમિયાન સુશાંતને શુભેચ્છા પાઠવવા માટે તેણે એક મેસેજ કર્યો હતો.
ત્યારબાદ બંને વચ્ચે ઘણી વાતો થઈ હતી. ત્યારે ખૂબ જ ભાવુક થઈને સુશાંતે અંકિતાને કહ્યું હતું કે ‘તે આ રિલેશનથી ખૂબ જ કંટાળી ગયો છે, તે તેનો અંત લાવવા માગે છે કેમ કે રિયા ચક્રવર્તી તેને ખૂબ પરેશાન કરી રહી છે.’હવે અંકિતાએ બિહાર પોલીસ સાથે આ ચેટ શેર કરી છે. આ સિવાય અંકિતાએ સુશાંત સાથે થયેલી તે પછીની તમામ ચેટસ બિહાર પોલીસ સાથે શેર કરી છે. તેને આધારે હવે બિહાર પોલીસ પુરાવા એકત્રિત કરી તપાસ કરી રહી છે. સુશાંતના મૃત્યુ હાદ અંકિતા લોખંડે બે વાર પટણા ગઈ હતી. તે જ સમયે અંકિતા સુશાંતની બહેન શ્વેતાને મળી હતી. શ્વેતા અને અંકિતા ઘણા લાંબા સમયથી એકબીજાને જાણતા હતા અને બંને વચ્ચે સારા સંબંધ હોવાને કારણે તેણે શ્વેતાને તેની અને સુશાંત સિંહની ચેટસ બતાવી હતી. અંકિતા લોખંડેએ પણ સુશાંતના કેસ અંગે એક ટવિટ કરી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અંકિતાએ લખ્યું હતું- ‘સત્ય જીતે છે.’ અંકિતાની આ પોસ્ટ સુશાંતના મોતની તપાસ વિશે છે, જેમાં રિયા ચક્રવર્તીનું નામ હવે સામે આવ્યું છે.

બિહાર પોલીસની એન્ટ્રી પછી રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ

સુશાંત

બોલિવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનનો કેસ દિવસે દિવસે વધુ ને વધુ ગૂ્ંચવાતો જાય છે. લેટેસ્ટ સમાચાર મુજબ આ કેસની તપાસમાં બિહાર પોલીસની એન્ટ્રી થતાં વેંત અભિનેત્રી રિયા ચક્રવર્તી ભૂગર્ભમાં ઊતરી ગઇ હતી. આ પહેલાં રિયાએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી દાખલ કરી હતી કે આ કેસ પટણાને બદલે મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે. એની આ અરજીના સંદર્ભમાં બસપા પ્રમુખ માયાવતીએ એવી ટ્વીટ કરી હતી કે આ અરજી એવું સૂચવે છે કે મુંબઇ પોલીસમાં કોઇ રિયાને મદદ કરે છે અને છાવરે છે.

બિહાર પોલીસની આ કેસમાં એન્ટ્રી થયાના સમાચાર પ્રગટ થતાંજ રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. સુશાંતના પિતા કે કે સિંઘે પટણા પોલીસમાં ફરિયાદ લખાવતાંજ બિહાર પોલીસ મુંબઇ પહોંચી હતી. કે કે સિંઘે રિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પોલીસ મુંબઇમાં રિયાના ઘરે પહોંચે એ પહેલાં રિયા ભૂગર્ભમાં ઊતરી ગઇ હતી. પટણા પોલીસ રિયાના ઘરે પહોંચી ત્યારે રિયા ત્યાં નહોતી. પોલીસને એવી જાણ કરવામાં આવી હતી કે હવે રિયા અહીં રહેતી નથી. હવે પોલીસ એને શોધી રહી હતી. સુશાંતને રિયાને કારણે જ ડિપ્રેશન આવી ગયું હતું એવી વાતો છેલ્લા થોડા સમયથી સતત બોલિવૂડમાં વહેતી થઇ હતી. અગાઉ એવી વાતો વહેતી થઇ હતી કે રિયા અને સુશા્ત લગ્ન કરવાનાં હતાં. પાછળથી રિયાએ સુશાંતને પડતો મૂક્યો હતો.

સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંઘે કહ્યું હતું કે રિયાને જરૂર પરદા પાછળથી કોઇ વગદાર વ્યક્તિ મદદ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી હતી તો સીબીઆઇની તપાસની માગણી કરતી અરજી કરવાની જરૂર હતી. એને બદલે રિયાએ પટણાથી મુંબઇમાં કેસ ટ્રાન્સફર કરવાની અરજી કરી એનો અર્થ જ એ છે કે મુંબઇ પોલીસમાં કોઇ રિયાને સહાય કરે છે.

ફેબ્રુઆરીમાં જ મળી ગયા હતા સુશાંતની આત્મહત્યાના સંકેત

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે સુશાંતના પરિવારે નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ ભારે ચકચાર મચી છે.સુશાંતના પરિવારના કાનૂની સલાહકાર વિકાસ સિંહે રિયાની તાત્કાલિક ધરપકડની માંગણી કરી છે. તેમનુ કહેવુ છે કે, સુશાંતની આત્મહત્યા પાછળનુ સત્ય જાણવા માટે રિયાને કસ્ટડીમાં લઈને પોલીસ તેની પૂછપરછ કરે. પટણા પોલીસ તો પહેલા સુશાંતના પિતાની ફરિયાદ નોંધવા માટે પણ તૈયાર નહોતી. એ પછી સીએમ નીતિશ કુમારે દરમિયાનગીરી કરતા પોલીસને ફરિયાદ નોંધવી પડી છે.

તેમના કહેવા પ્રમાણે જ્યારે સુશાંતનો પરિવાર ફરિયાદ નોંધાવવા માંગતો હતો ત્યારે બિહાર પોલીસે પરિવારને કહ્યુ હતુ કે આ કેસમાં હાઈપ્રોફાઈલ લોકો સામેલ છે. રિયા ચક્રવર્તી સુશાંતને તેના પરિવારથી દુર કરી રહી હતી.સુશાંતને તેના પિતા સાથે વાત કરવા દેતી નહોતી.

વિકાસ સિંહે દાવો કર્યો છે કે, ફેબ્રુઆરી મહિનામાં જ સુશાંત સાથે કોઈ અણધારી ઘટના બની શકે છે તેવો અંદાજ આવી ગયો હતો અને મુંબઈ પોલીસને પણ આ બાબતે જાણકારી આપી હતી.સુશાંતના પિતરાઈએ પણ રિયાની વહેલી તકે ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરીને કહ્યુ છે કે, રિયા પર જે પણ આરોપ લાગ્યા છે તે સાચા છે. રિયાએ સુશાંતના એકાઉન્ટમાંથી પૈસા કાઢ્યા છે તે નક્કી છે. તેની ધરપકડ પછી સત્ય સામે આવશે.

Read Also

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

રિતિક રોશને ખરીદ્યું સપનાનું ઘર, સી-ફેસિંગ વ્યુ માટે ખર્ચ્યા 97.50 કરોડ રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!