GSTV

સુશાંતની બહેનના સ્ક્રીનશોટ થયા વાયરલ! રિયા ચક્રવર્તી વિરૂદ્ધ લખી છે આવી બધી વાતો

સુશાંત

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયા હોય તેવા ઘણા સ્ક્રીનશોટસ વાયરલ થઇ રહ્યા છે, જે બનેવી ઓ.પી. સિંહ અને ડીસીપી પરમજીત દહિયાનાની વચ્ચેના હતા. હવે અભિનેતાની બહેન પ્રિયંકાના સ્ક્રીનશોટસ પણ સામે આવ્યા છે. આ તમામ સ્ક્રીનશોટસ ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી  વાયરલ થઇ રહ્યા છે. આ સ્ક્રીનશોટસમાં લખ્યું છે કે રિયા ચક્રવર્તીએ અભિનેતાના કામ, ખ્યાતિ અને પૈસાનો ઉપયોગ કર્યો છે. રિપોર્ટ અનુસાર રિયાનો હેતૂ સુશાંતના પૈસા પડાવી લેવાનો અને ઇન્ડસ્ટ્રીમાં કનેક્શન બનાવવાનો હતો. સુશાંતની મદદથી તે કામ, ખ્યાતિ અને પૈસા કમાવવા માંગતી હતી. આ જ રિયાનું બોલિવૂડનું સપનું હતું.

રિયાએ સુશાંત સાથે અમારી વાત થવા જ નથી દીધી

પ્રિયંકાના સ્ક્રીનશોટસમાં લખ્યું હતું કે અભિનેતા દવાઓ લઇ રહ્યો  હતો. ત્રણ ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન તેને પ્રાપ્ત થયા છે. ત્રણેય ડોકટરોને કોઈ જાણતું ન હતું. ત્રણેય ડોકટરો રિયા અને તેના પરિવાર દ્વારા સુશાંતને મળ્યા હતા. આ સિવાય રિયા અને તેના પરિવારે સુશાંત સાથે અમારી વાત કરાવવાનું પણ બંધ કરાવી દીધું હતું. શું અમે બધાએ સુશાંતનો સંપર્ક કરવાનો પ્રયાસ નહી કર્યો હોય? કર્યો જ હતો પરંતુ રિયાએ અમને સુશાંત સાથે વાત કરવા દીધી જ નહીં.

સુશાંત

પ્રિયંકાના મેસેજમાં લખ્યું છે કે…

પ્રિયંકાના મેસેજમાં લખ્યું છે કે સુશાંત માનસિક રીતે પરેશાન હતો. તે બીમાર હતો એટલે તે પોતાને માટે સાચા અને ખોટાનો નિર્ણય કરી શકતો ન હતો. સતત લાંબા સમય સુધી દવાઓ લેવાના કારણે સુશાંતની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ખતમ થઇ ગઈ હતી. ત્યારબાદ મેં અભિનેતાના બનેવીને સમજાવવા માટે કહ્યું. આ બધું એક આયોજિત કાવતરું હતું, જેમાં સુશાંતને શારીરિક અને માનસિક રીતે ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આપણે સાથે આવવું પડશે, નહીં તો આપણે સુશાંતને ગુમાવી દઈશું.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!