GSTV

સુશાંતસિંહ રાજપુતની બહેને પીએમ મોદીની માગી મદદ, ઓપન લેટરમાં લખ્યું- પુરાવા સાથે…

સુશાંત

સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ મામલે સુશાંતની બહેન શ્વેતાસિંહે પીએમ મોદી પાસે મદદ માગી છે. શ્વેતાએ  કેસની ન્યાયિક તપાસ માટે પીએમ મોદી અને પીએમઓ પાસે મદદ માગી છે. સુશાંતનો પરિવાર આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી રહ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકાર  સીબીઆઈ તપાસની જરૂર ન હોવાનું નિવેદન આપી રહી છે. તો  બિહાર સરકાર પણ સુશાંત આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

  • સુશાંતની બહેન શ્વેતાસિંહે પીએમ મોદી પાસે માગ મદદ
  • પીએમ મોદી અને પીએમઓને ટ્વિટ કરી માગી મદદ
  • શ્વેતાસિંહે ન્યાયિક તપાસની માગ કરી

રિયા ચક્રવર્તી વિરુદ્ધ મળ્યાં મહત્વના પુરાવા, થઇ શકે છે એક્ટ્રેસની ધરપકડ

અભિનેતા સુશાંતસિંહ રાજપુત કેસ મામલે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ વોરંટ જાહેર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કોઈપણ સમયે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી શકે છે. પોલીસ બિહારની એક કોર્ટના વોરંટની રાહ જોઈ રહી છે. સુશાંતના પિતાએ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ નોંધાવ્યો હતો. જેમા રિયા ચક્રવર્તી અને અન્ય લોકો પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ બિહાર પોલીસને મુંબઈની સ્થાનિક પોલીસની મદદ ન મળી રહી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રિયા સતત બિહાર પોલીસથી બચવાની કોશિશ કરી રહી હોવાનું પણ સામે આવ્યુ છે. આ મામલે સુશાંતના પરિવારે સીબીઆઈ તપાસની પણ માગ કરી છે.

સુશાંત

બિહાર પોલીસને મહત્વની માહિતી મળી

સુશાંતની આત્મહત્યા કેસમાં તપાસ કરી રહેલી બિહાર પોલીસની ટીમને ઘણી મહત્વપૂર્ણ માહિતી મળી છે.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રિયા ચક્રવર્તી સુધી પહોંચવા માટે પોલીસ હવે તમામ આરોપોને લગતા નક્કર પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસ તેની તપાસમાં બેંકને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજો પર વિચાર કરી રહી છે. પુરાવા એકઠા કર્યા પછી બિહાર પોલીસ રિયાના અરેસ્ટ વોરંટ માટે કોર્ટમાં અરજી કરશે. આ પછી, પટણા પોલીસ મહિલા નિરીક્ષકો અને મહિલા પોલીસકર્મીઓની એક ટીમ અહીંથી મુંબઇ મોકલશે.

  • સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસ
  • બિહારની કોર્ટ રિયાની ધરપકડનું કાઢી શકે વોરંટ
  • બિહાર પોલીસ વોરંટના આધારે કરી શકે ધરપકડ

સુશાંત સિંહ કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રિમ કોર્ટમાં આ દિવસે થશે સુનાવણી

રિયા

સુશાંત સિંહ રાજપૂતના મોતનાં મામલે હવે રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિત ઘેરાતા જોવા મળી રહ્યા છે. બંને વિરૂદ્ધ FIR દાખલ થયા બાદ આજે મની લોન્ડ્રીંગનો કેસ પણ દાખલ થઇ ચૂક્યો છે.પરંતુ હવે રિયા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખડાવી ચૂકી છે. જેને લઇને આ જાણકારી સામે આવી રહી છે કે સુનાવણી 5 ઓગસ્ટના રોજ કોર્ટમાં થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટમાં લિસ્ટ અનુસાર આ કેસમાં 5 ઓગસ્ટના રોજ સુનાવણીની સંભાવના છે. જોકે સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે રિયા ચક્રવતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં માંગ કરી છે કે પટના બિહારમાં દાખલ એફઆઇઆરમાં પોલીસની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવામાં આવે અને તપાસને બિહારથી મુંબઇ ટ્રાંસફર કરવામાં આવે જ્યાં આ કેસમાં પહેલાંથી જ તપાસ ચાલી રહી છે, એક કેસની તપાસ બે જગ્યાની પોલીસ ન કરી શકે.

વકીલે જણાવ્યું કે જ્યારે પહેલાં જ તપાસ મુંબઇમાં ચાલી રહી છે અને તેની પુરી જાણકારી લોકોને છે તો એવામાં બિહારમાં આ મામલે એક જ ઘટના પર કેસ દાખલ કરવો ગેરકાનૂની છે અને સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયોની અનદેખી છે જેમાં સુપ્રીમ કોર્ટના ઘણા ચૂકાદા છે જેમાં સુપ્રીમ કોર્ટે એક જ કેસમાં ઘણા રાજ્યોમાં ફરિયાદને સૌથી પહેલાં તપાસ શરૂ કરનાર રાજ્યની પોલીસને ટ્રાંસફર કરી છે.

રિયાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે તે સુશાંત સાથે લિવ ઈનમાં હતી. તેણે કહ્યું કે તેની ઉપર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે, સુશાંતની મૃત્યુ પછી તેને ખૂન અને બળાત્કારની ધમકી આપવામાં આવી હતી.જેની ફરિયાદ મુંબઈ પોલીસને કરવામાં આવી છે. તેમણે કહ્યું કે બિહારમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી FIRની યોગ્ય તપાસ થઈ શકે નહીં, તેથી પટણામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ મુંબઈ ટ્રાન્સફર થવી જોઈએ.

Read Also

Related posts

ચીન સામે લડવા સેનાની રણનીતિ, લદ્દાખ બોર્ડર ઉપર T-90 અને T-72 ટેંકોની હુંકાર

Mansi Patel

રાહુલ ગાંધીનો કેન્દ્રની મોદી સરકાર પર આકરો પ્રહાર, તીખો સવાલ કરીને કર્યો કટાક્ષ

pratik shah

ટીવી સીરિયલના આ જાણીતા ડાયરેક્ટરની દશા થઈ એવી કે શાકભાજી વેચી ગુજારી રહ્યો છે જીવન, જાણો કેવી છે રીયલ લાઈફ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!