GSTV

તમે પણ રહી શકો છો સુશાંત સિંહ રાજપૂતના લક્ઝુરિયસ ફ્લેટમાં, બસ ચુકવવુ પડશે આટલુ ભાડુ

સુશાંત

Last Updated on June 15, 2021 by Bansari

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેના નિધનના 6 મહિના સુધી આ ફ્લેટ તપાસ એજન્સીઓની અંડરમાં હતો. આ એજન્સીના ઑફિસર તપાસ માટે ફ્લેટ પર આવતા રહેતા હતા. આ ફ્લેટ હવે ખાલી પડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘરના માલિકને હજુ સુધી કોઇ ભાડુઆત મળ્યો નથી.

કોઇ સુશાંતના ઘરમાં રહેવા નથી તૈયાર

ખબરોની માનીએ તો ભાડુઆત આ ઘરમાં રહેવા તૈયાર નથી. એક રિપોર્ટ અનુસાર, આ એપાર્ટમેન્ટનું એક મહિનાનું ભાડુ 4 લાખ રૂપિયા છે. એક સેલેબ્રિટી બ્રોકરે આ અંગે જણાવ્યું કે આ એક ખૂબસુરત સી વ્યુ અપાર્ટમેન્ટ છે અને આ ક્રિએટિવ માઇન્ડ માટે ખૂબ જ સારી જગ્યા છે અને તેમના માટે તો બિલકુલ પરફેક્ટ છે જે કામના કારણે મુંબઇ શિફ્ટ થયા છે. જેવી આ મહામારી ખતમ થશે અને બધુ નોર્મલ થશે ત્યાં સુધીમાં કદાચ લોકોનો ઇન્ટરેસ્ટ વધે.

અન્ય એક રિપોર્ટ અનુસાર, આ એપાર્ટમેન્ટનો જે માલિક છે તેને આ અંગે કોઇ સમસ્યા નથી. કારણ કે તે જાણે છે કે આ ફ્લેટના લોકેશનના કારણે એપાર્ટમેન્ટમાં જલ્દી જ નવા ભાડુઆત આવી જશે. પહેલા વર્ષે સુશાંતે દર મહિને 4 લાખ 30 હજાર રૂપિયા, બીજા વર્ષે દર મહિને 4 લાખ 51 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે દર મહિને 4 લાખ 74 હજાર રૂપિયા ચુકવ્યાં હતા. જો કે ફ્લેટ ઓનર હવે તેને 4 લાખ રૂપિયામાં ભાડે આપવા તૈયાર છે. તેમ છતાં આ ઘર વેરાન પડ્યું છે. તેને લઇને અનેક પ્રકારની વાતો સામે આવી રહી છે.

સુશાંત

સુશાંત રાજપૂતની પ્રથમ પુણ્યતિથિએ સેલિબ્રિટિઓ ભાવુક થઇ ગયા

સાલ ૨૦૨૦ની ૧૪ જુનના રોજ સુશાંત સિંહે આત્મહત્યા કરી દીધાના સમાચારે સહુને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. બરાબર એક વરસ પછી સુશાંતની પુણ્યતિથિએ સેલિબ્રિટિઓએ તેને યાદ કરતા ભાવુક થઇ ગયા હતા.૩૪ વર્ષીય સુશાંતનું શબ તેના ફ્લેટ પરજોવા મળ્યું હતું. તેને બરાબર એક વર્ષ પછી સિદ્ધાર્થ ગુપ્તા, રાજકુમાર રાવ, ગુરુમીત ચૌધરી, ભૂમિ પેડનેકર, શેખર સુમન વગેરેએ સુશાંતને યાદ કરતા હોવાની લાગણી પ્રગટ કરી હતી.

અંકિતા લોખેડેએ સુશાંત સાથેની જુની તસવીરો મુકીને ફક્ત યાદ રહી ગઇ એવી પોસ્ટ મુકી હતી. જ્યારે રિયા ચક્રવર્તીએ સુશાંત તુ પાછો આવી જા તને બહુ બધા માલપુઆ ખવડાવીશ તેવી ભાવનાત્મક પોસ્ટ મુકી હતી.સુશાંતના અવસાનને એક વરસ વીતી ગયું હોવા છતાં પણ હજી સુધી તેના નિધનનું કારણ હત્યા કે આત્મહત્યા છે તે સ્પષ્ટ થયું નથી. હજી પણ સુશાંતના અવસાના કારણની તપાસ થઇ રહી છે.

Read Also

Related posts

video/ આ છોડ સૂર્યપ્રકાશથી નહીં પરંતુ કિડા ખાઈને મેળવે છે ખોરાક, વીડિયો જોશો તો રહી જશો હેરાન

Harshad Patel

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

pratik shah

Sukanya Samriddhi Yojana: જાણો ખાતું ખોલવાના નિયમો, કયા દસ્તાવેજોની પડે છે જરૂર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!