બોલિવૂડમાં મોટા ભાગના સ્ટાર્સ અને અન્યો નિયમિત ડ્રગ લે છે. તમે તેમની સાથે ડ્રગ ન લો તો તમારો બોયકોટ કરવામાં આવે છે એવો સનસનાટી ભરેલો આક્ષેપ અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના દોસ્ત અભિનેતા કમ ફિલ્મ નિર્માતા યુવરાજે કર્યો હતો.સુશાંત અને યુવરાજ વચ્ચે ઓડિશન્સ દરમિયાન સંઘર્ષના દિવસોમાં દોસ્તી બંધાઇ હતી.
સુશાંતના મિત્રએ કર્યા ચોંકાવનારા ખુલાસા
યુવરાજે કહ્યું હતું કે સુશાંત ડ્રગ લેતો હતો કે નહીં એની મને જાણ નથી પરંતુ બોલિવૂડમાં ડ્રગનું ખૂબ ચલણ છે. ખાસ કરીને ફિલ્મી પાર્ટીઓમાં બેફામ ડ્રગ લેવામાં આવે છે. ફિલ્મ ઉદ્યોગના માંધાતાઓ સાથે આવી પાર્ટીમાં તમે ડ્રગ ન લો તો તમારો બહિષ્કાર કરી દેવામાં આવે છે.

તમને પોતાની ફિલ્મોમાં કામ આપતા નથી. એ લોકોના સર્કલમાં તમે ડ્રગ ન લો તો તમને આઉટકાસ્ટ કરી દે છે. તમારા ટાર્ગેટને નીચો ઊતારી દઇને તમને નીચે પાડી દેતાં અચકાતા નથી. ડ્રગ આ ઉદ્યોગનો એક અનિવાર્ય હિસ્સો છે. મારા હાથમાંથી પણ ત્રણ ચાર ફિલ્મો સરકી ગઇ હતી જે ફિલ્મી નબીરાઓને મળી હતી.

જો કે એણે ઉમેર્યું હતું કે મારી અને સુશાંતની કારકિર્દીના આરંભે 2006-07માં અમે એકબીજાની નિકટ હતા. વચ્ચે થોડો સમય અમે એકમેકને મળ્યા નહોતા. જો કે સુશાંતની છિછોરે ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર અમારી વચ્ચે વાતચીત થઇ હતી. હું અંગત રીતે એમ માનું છું કે સુશાંત ડ્રગ લેતો નહોતો. એ ખૂબ મહેનતુ અને સીધો માણસ હતો.
Read Also
- Online Ration Card: ઘરે બેઠા આ રીતે રાશનકાર્ડ બનાવો, જાણી લો આ સરળ રીત
- ધારીમાં બની અણધારી ઘટના: પરેશ ધાનાણીના ગઢમાં ગાબડૂ, કોંગ્રેસના પૂર્વ સભ્યોએ કેસરીયો ધારણ કર્યો
- ચેતજો! શું તમે પણ ઓફિસમાં દિવસભર રહો છો વ્યસ્ત? તો આ આદતોના કારણે બગડી શકે છે સ્વાસ્થ્ય
- સુરત/ તક્ષશીલા અગ્નિકાંડને 20 મહિના થયા પૂર્ણ, મૃતક બાળકોને અપાઈ શ્રદ્ધાંજલિ
- કારમાં ક્રેશ ગાર્ડ લગાવ્યું હોય તો હટાવી લેજો નહીંતર થશે આટલાં હજારનો દંડ