GSTV
Entertainment Television

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટને અઢી વર્ષ પછી ભાડુઆત મળ્યો, જાણો કેટલું થશે ભાડું

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જે ફલેટમાં રહેતો હતો તે તેના મોત બાદ અઢી વર્ષથી ખાલી જ હતો. જોકે, હવે આખરે આ ફ્લેટને એક પરિવારે ભાડે રાખ્યો હોવાનું જાણવા મળે છે.

બાન્દ્રાના કાર્ટર રોડ પર આવેલા સી ફેસિંગ ફ્લેટમાં સુશાંત ડિસેમ્બર ૨૦૧૯માં રહેવા ગયો હતો. જોકે, જુન ૨૦૧૯માં તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પછી આ ફલેટ ખાલી જ પડયો હતો. રિયલ એસ્ટેટના વર્તુળોમાં તેની કોઈ ઈન્ક્વાયરી પણ થતી ન હતી. ગ્રાહકો આ ફ્લેટની મુલાકાત લેવાનું પણ ટાળતા હતા. સુશાંતના મોત અંગે સર્જાયેલા વિવાદને લીધે તેને ગોઝારી પ્રોપર્ટીનો સિક્કો લાગી ગયો હતો.

સુશાંત

જોકે, વિદેશ રહેતા મકાન માલિકે ફલેટ સસ્તામાં વેચી દેવાને બદલે મુકી રાખ્યો હતો. આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. હવે આ ફોર બેડરુમ ફલેટ એક પરિવાર ભાડે લઈ રહ્યો છે. સુશાંત સાડા ચાર લાખ રુપિયા ભાડું આપતો હતો પરંતુ નવા ભાડૂઆત પાંચ લાખ રુપિયા ભાડું આપશે. છ ભાડાંની રકમ એટલે કે ૩૦ લાખ રુપિયા સિક્યોરિટી ડિપોઝીટ પેટે લેવામાં આવશે.

READ ALSO

Related posts

કન્નડ એક્ટર ચેતન કુમારની બેંગલુરુમાં કરાઈ ધરપકડ, હિન્દુત્વને લઈને કર્યા હતા આવા વિવાદિત ટ્વિટ

HARSHAD PATEL

અભિનેતા ધર્મેન્દ્રનું 87 વર્ષની ઉંમરે કમબેક, ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા

Vishvesh Dave

અલ્લુ અર્જૂનના ફેન્સને મળવા જઈ રહી છે મોટી સરપ્રાઈઝ, આ દિવસે રીલિઝ થવા જઈ રહ્યું છે પુષ્પા 2 નું ટીઝરઃ જોઈ લો પોસ્ટર

HARSHAD PATEL
GSTV