GSTV

કપિલ શર્મા શોના બોયકોટની ઉઠી માગ, આખરે શા કારણે કપિલ શર્મા આવી ગયો સુશાંતના ફેન્સના નિશાને

કપિલ

સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના બોયકોટ માટે ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. ક્યારેક કોઈ હસ્તીના નિવેદન પર અથવા તો ક્યારેક કોઈ જાણીતી હસ્તીએ નિવેદન નહીં કરવા બદલ તેમનો વિરોધ થતો રહે છે. હવે સોશિયલ મીડિયા પર કપિલ શર્મા નિશાના પર આવી ગયો છે.

સુશાંતના ફેન્સે કરી કપિલ શર્મા શૉ બોયકોટ કરવાની હાકલ

હકીકતમાં સુશાંતસિંહ રાજપૂતના પ્રશંસકોએ જસ્ટિસ ફોર સુશાંત રાજપૂત એવી ઝુંબેશ શરૂ કરી છે. આ ગ્રૂપે તેના ફોલોઅર્સને કપિલ શર્માનો શો બોયકોટ કરવાની હાકલ કરી છે.

સવાલ એ થાય કે કપિલ શર્માનો શા માટે બહિષ્કાર કરવામાં આવે. વાત એમ છે કે ટીવી પરના અત્યંત લોકપ્રિય શો કપિલ શર્માના પ્રોડ્યુસર સલમાન ખાન છે. સુશાંતના ફેન્સ બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટિઝમને કારણે ભારે અકળાયેલા છે અને તેમનો ગુસ્સો સલમાન ખાન, કરણ જોહર અને આલિયા ભટ્ટ પર સૌથી વધારે છે. સલમાન ખાનનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મી છે અને તેથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે.

તેમાં એમ લખવામાં આવ્યું છે કે કપિલ શર્મા શોના પ્રોડ્યુસર સલમાન ખાન છે અને તેનો સંપૂર્ણ વિરોધ કરવાનો છે. માત્ર સલમાનની ફિલ્મો જ નહીં પરંતુ તેની સાથે સંકળાયેલી તમામ ચીજનો વિરોધ કરવાનો છે. આથી જ કપિલ શર્મા શોનો પણ વિરોધ કરવાનો છે. આ ગ્રૂપમાં 91000 સદસ્યો છે અને તેમણે આ પોસ્ટને લાઇક અને શેર કરવા ઉપરાંત ફોરવર્ડ પણ કરેલી છે.

Read Also

Related posts

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

Sejal Vibhani

મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો

Karan

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!