બોલિવૂડના સ્ટાર સુશાંત સિંહ રાજપૂત અત્યારે નીતેશ તિવારીની ફિલ્મ છિછોરાનું શૂટિંગ કરી રહ્યો છે. જ્યારે પણ ફિલ્મના બિઝી શેડ્યૂલમાંથી તેને સમય મળ્યો તો તે બિહારના ખગડિયા જિલ્લાના બોરન ગામ ગયો. અહીં સુશાંતનું આવવાનું કારણ પણ ખાસ હતું, કેમ કે તે 17 વર્ષ પછી અહીંયા આવ્યો હતો. આ ગામ તેના વંશજોનું હતું. સુશાંતસિંહના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે કે સુશાંતની માએ બાધા રાખી હતી કે તેનો દીકરો સાજો રહેશે, સારું કામ કરશે તો તે માતાજીના મંદિરે મુંડન કરાવશે. પરંતુ અત્યારે તેની માતા જીવિત નથી. તેમનું મૃત્યુ થઈ ગયું છે.
એ વાત પર સુશાંતે કહ્યું કે, મને મારી મા સાથે પણ પ્રેમ છે અને દેવી મા સાથે પણ છે, એટલા માટે જ હું બધું છોડીને 17 વર્ષ પછી આવ્યો છું. સુશાંત મુંડન કરાવવા ખગડિયા જિલ્લાના બોરન ગામમાં આવેલા ભગવતીના મંદિરે પહોંચ્યો હતો. સુશાંતનું વંશજોનું ઘર પૂર્ણિયા જિલ્લાના બડહરા કોઠીના મલ્ડિહા ગામમાં છે. વર્ષોથી તે કામમાં વ્યસ્ત હોવાના કારણે તે મોસાળ નહોતો ગયો. હવે જ્યારે એક્ટર ગામ પહોંચ્યો તો તેને જોવા માટે ભીડ જમા થઈ હતી. સુશાંતસિંહનું સ્વાગત ગામમાં ઢોલ-નગારા સાથે કરવામાં આવ્યું. તે ગામમાં પ્રસિદ્ધ મનસા દેવીના મંદિર પહોંચ્યો. પછી તે મોસાળના ઘરે ગયો અને કુળદેવીના આશીર્વાદ લીધા. ત્યાર બાદ મંદિર પહોંચી સામાજિક તેમજ હિન્દુ રીતિ-રિવાજથી મુંડન કરાવ્યું. પરંતુ તેણે બધા વાળ કઢાવવાની જગ્યાએ પરંપરાને પૂરી કરવા માટે થોડાક જ વાળ કપાવ્યા હતા.સુશાંતે મીડિયા સાથે વાતચીત કરી કહ્યું કે, બિહારનો છું અને બિહાર માટે કંઈક કરવા માગું છું. તેના માટે પ્રયત્ન કરી રહ્યો છું. સુશાંતસિંહ રાજપૂતે તેની ફિલ્મ જોવા માટે બધાને વિનંતી કરી હતી.
Read Also