GSTV
Bollywood Entertainment Trending

સુશાંતસિંહ રાજપૂત કેસ / બહેન પ્રિયંકાએ આપી હતી ખોટી દવાઓ? બોમ્બે હાઈકોર્ટે આપ્યો તપાસનો આ આદેશ

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનો દ્વારા દાખલ અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. આજે એટલે કે મંગળવારે બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં મીતુસિંહ વિરુદ્ધના કેસને ફગાવી દીધો છે, જ્યારે પ્રિયંકા સિંહ વિરુદ્ધ આગળની કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રિયા ચક્રવર્તીએ સુશાંતની બહેનો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, જેની સામે તેણે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

રિયા ચક્રવર્તીની સચ્ચાઈ અને ન્યાયની માંગ સફળ થઈઃ વકિલ

આપને જણાવી દઈએ કે છેલ્લી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ રિયા ચક્રવર્તીના વકીલ સતિષ માનશીંદે ખુશી વ્યક્ત કરી છે. વકીલે કહ્યું કે અમે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ છીએ. એવું લાગે છે કે રિયા ચક્રવર્તીની સચ્ચાઈ અને ન્યાયની માંગ સફળ થઈ છે. સત્યમેવ જયતે.

તેમની સામેની તપાસમાં કોઈ અવરોધ ઊભો થવો જોઈએ નહીં

સુશાંત કેસ અંગેનો આદેશ જસ્ટિસ એસ.એસ. શિંદે અને એમ.એસ. કર્ણિકની ખંડપીઠે આપ્યો છે. કોર્ટે પ્રિયંકા સિંહ વિરુદ્ધ પ્રથમદર્શી કેસનો મામલો મળ્યો છે. સાથે જ કહ્યું હતું કે તેમની સામેની તપાસમાં કોઈ અવરોધ ઊભો થવો જોઈએ નહીં. ન્યાયમૂર્તિ શિંદે 7 જાન્યુઆરીના ચુકાદાને સંભળાવતા મૌખિક નિરીક્ષણ પણ કર્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમના (સુશાંત રાજપૂત) ચહેરા પરથી, કોઈ વ્યક્તિ શોધી શકે છે કે તે નિર્દોષ, શાંત અને ખૂબ જ સારો વ્યક્તિ હતો. એમએસ ધોનીમાં તેમની વિશેષ ભૂમિકાને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી.

રિયાએ બાંદરા પોલીસ સ્ટેશનમાં દિવંગત અભિનેતા સુશાંતની બહેનો પર કેસ કર્યો હતો

રિયા ચક્રવર્તીએ 7 સપ્ટેમ્બરના રોજ બાંદરા પોલીસ સ્ટેશનમાં દિવંગત અભિનેતા સુશાંતની બહેનો પર કેસ કર્યો હતો. રિયાએ તેની ફરિયાદમાં સુશાંતની બહેનો પ્રિયંકા અને મિતુ સિંહ ઉપર આરોપ લગાવ્યો હતો કે તેઓ દિલ્હીના ડોક્ટર તરુણ કુમારને મળીને સુશાંત માટે બનાવટી પ્રિસ્ક્રિપ્શન લખ્યાવ્યું હતું. સુશાંતની માનસિક સ્થિતિને જાણ્યા વિના દવાઓ સૂચવવામાં આવી હતી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે 8 જૂને આ દવાઓ સબસ્ક્રિપ્શન કરવામાં આવી હતી. અને 14 જૂને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. તેથી ત્રણેય ઉપર આત્મહત્યા કરવા મજબુર કરવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

રિયાની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી

રિયાએ કરેલા આ કેસ પછી સુશાંતની બહેનોએ બોમ્બે હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા અને તેમણે રિયાની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. સુશાંતની બહેનોના વકિલ વિકાસસિંહે અરજીમાં કહ્યું હતું કે રિયા ચક્રવર્તીની ફરિયાદ પાયાવિહોણી છે અને તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે રિયાએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસથી ધ્યાન હટાવવા માટે જ એફઆઈઆર નોંધાવી હતી.

હવે આ કેસની સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ

જણાવી દઈએ કે 14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. એક તરફ મુંબઈ પોલીસ તેને આત્મહત્યા ગણાવી રહી છે. બીજી તરફ સુશાંતના પરિવારે તેને આત્મહત્યા માટે ઉશ્કેરણી તરીકે ગણાવી હતી. તેણે રિયા ચક્રવર્તી સામે સુશાંતને બળજબરીથી ડ્રગ્સ આપવાનો અને આત્મહત્યા કરવાનો આરોપ લગાવતા મામલો નોંધાવ્યો હતો. સીબીઆઈ દ્વારા હવે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

સુશાંતના મોતની તપાસ દરમિયાન એક ડ્રગ્સ એંગલ સામે આવ્યું

સુશાંતના મોતની તપાસ દરમિયાન એક ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. જેને પગલે બોલિવૂડની મોટી હસ્તીઓનાં નામ પણ આ કેસ સાથે જોડાયેલાં હતાં. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ કેસમાં અત્યાર સુધી 31 લોકોની ધરપકડ કરી છે. રિયા ચક્રવર્તીની પણ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે જામીન પર બહાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વિશ્વબજારમાં સોના, ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો

Padma Patel

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel
GSTV