GSTV

પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઈટલીમાં શોપિંગ કરતો ઝડપાયો સુશાંત, જુઓ ફોટોઝ

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના અફેરની ચર્ચા ચારે તરફ છે. બંને સ્ટાર્સ ખૂલ્લી રીતે પોતાના રિલેશનશિપનો એકરાર નથી કરતા પરંતુ સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ હંમેશા આ વાતનો સંકેત આપે છે કે સ્ટાર્સની વચ્ચે અફેર ચાલી રહ્યું છે. હાલ બંને યૂરોપની ટુર પર છે. આ દરમિયાન બંનેના ફોટો સોશિયલ મીડિયા પર શેર થયા હતા. પોસ્ટથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કપલ સાથે સમય પસાર કરી રહ્યાં છે.

સુશાંત અને રિયા ઈટલીમાં શોપિંગ માટે નિકળ્યાં છે. આ દરમિયાન તેમની કેટલીંક ફોટો વાયરલ થઈ હતી. સુશાંત શોપ પરથી નિકળતો નજરે આવી રહ્યોં છે અને રિયા તેને ફોલે કરી રહી છે. આ સિવાય સુશાંત અને રિયાએ પેરિસનો ડિઝની લેન્ડ પણ વિઝિટ કર્યું હતુ. એક્ટરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વરસાદમાં પલળતા નજરે આવી રહ્યાં છે અને સ્વેગમાં ચાલી રહ્યાં છે. ત્યાં રિયા ચક્રવર્તીએ ફોટો શેર કરવાની સાથે એક કવિતા પણ લખી છે જેમાં તેમણે લાઈફ અને નેચર વિશે પોતાના ઈમોશન્સ જાહેર કર્યાં છે.

View this post on Instagram

#Louvre 💜 Life came around a full circle , once again . The widowed nuts fell off the branches , It looked like the tree of life was shedding tears .. Each nut falling on people's heads They had gathered to watch this mighty tree break down and cry. She wouldn't stop shedding these drops of nuts , they wouldn't stop gathering by A chill ran down her bark all into her roots , And the Earth shook and people let loose She burst out laughing , dancing , singing a song The tree of life had shed her thorns She was now ready to bear more fruit than ever ; What use would they be ? – all these little people were now scared of her , forever So she uprooted herself , and walked off There she goes , hopping away into infinity She had finally found peace ,love and divinity ! #rheality #imapoetandnowyouknowit

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

થોડા દિવસો પહેલા જ સુશાંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે તેની નજરમાં આદર્શ મહિલાની પરિભાષા શું છે. સુશાંતે કહ્યું હતુ કે મને એવુ લાગે છે કે બંનેના પેશન મળવા જોઈએ. બે વસ્તુ જે કોઈ પણ રિલેશનમાં સૌથી વધુ જરૂરી છે તે છે કે તમે શું સમજવા ઈચ્છો છો અને બીજુ એ કે સામેવાળાને શું સમજવુ જોઈએ. જો તમને એવી સમજ રાખનાર કોઈ એવો માણસ મળી જાય તો પછી રિલેશનશિપ કેટલાંય વર્ષો સુધી સારી ચાલી શકે છે.

READ ALSO

Related posts

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur

આજે છેલ્લી તક! iPhone પર અધધ ડિસ્કાઉન્ટ, ફરી નહી મળે આવી ઑફર

Bansari

‘અમને કોઈ હિન્દુત્વ શું છે અને સ્વાભિમાન શું છે તે ન શીખવે’ શિવસેનાનો દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!