GSTV

કૃતિ સેનને પણ સુશાંત કેસમાં સીબીઆઇ તપાસની માગણી કરી, કહી આ ઇમોશનલ વાત

અભિનેત્રી કંગના રનૌત અને અંકિતા લોખંડે બાદ કૃતિ સેનને પણ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી છે. કૃતિએ સુશાંત સાથે 2017માં આવેલી ફિલ્મ ‘રાબતા’માં કામ કર્યું છે. કૃતિએ ઈન્સ્ટાગ્રામ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તે પ્રાર્થના કરશે કે સત્ય વહેલમાં વહેલી તકે સામે આવે.

હું પ્રાર્થના કરું છું કે સત્ય જલ્દીથી બહાર આવે

કૃતિ સેનને લખ્યું છે કે ‘હું પ્રાર્થના કરું છું કે સત્ય જલ્દીથી બહાર આવે. સુશાંતનો પરિવાર, તેના મિત્રો, ફેન્સ અને પ્રિયજનો તેની રાહ જોઈ રહ્યા છે. હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે સીબીઆઈ આ કેસ સંભાળે, આ કેસની તપાસ કોઈપણ રાજકીય એજન્ડા વિના કરવામાં આવે, જેથી પરિવારને ન્યાય મળે. જેથી તેના આત્માને શાંતિ મળે.

કૃતિ અને સુશાંતના ડેટિંગના સમાચારો બહાર આવ્યા હતા

એક સમય એવો હતો જ્યારે કૃતિ અને સુશાંતના ડેટિંગના સમાચારો બહાર આવ્યા હતા. તે સમયે બંને ‘રાબતા’નું શૂટિંગ કરી રહ્યા હતા. પરંતુ બંનેએ સારા મિત્રો બનીને આ સંબંધ જાળવી રાખ્યો.

View this post on Instagram

🌪🌦🌤☀️ #Patience

A post shared by Kriti (@kritisanon) on

અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા બોલિવૂડના કેટલાક સ્ટાર્સમાંની એક

તે મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા બોલિવૂડના કેટલાક સ્ટાર્સમાંની એક હતી. સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને તેના મુંબઇના એપાર્ટમેન્ટમાં આત્મ હત્યા કરી લીધી હતી અને તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

READ ALSO

Related posts

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!