GSTV

સુશાંત કેસ: રિયાએ આખરે કબૂલ્યુ, સુશાંતના ઘરમાં આવતા હતાં ડ્રગ્સ, NCBને મળ્યાં મજબૂત પુરાવા

રિયા

સુશાંત સિંહ રાજપૂત કેસથી સંબંધિત ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. ત્યારબાદથી NCBનાં અધિકારીઓ સતત તેની પૂછપરછ કરી રહ્યાં હતા. પૂછપરછ લગભગ સાડા 6 કલાક ચાલી હતી.

પૂછપરછમાં રિયાએ સ્વીકારી આ વાતો

સૂત્રોનું કહેવું છે કે, પૂછપરછ દરમિયાન રિયાએ કબૂલાત કરી છે કે, સુશાંતના ઘરે ડ્રગ્સ આવતું હતું. પરંતુ તે ઘણા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ આપી શકી નહીં. સૂત્રોનું કહેવું છે કે એનસીબી પાસે મજબૂત પુરાવા છે જેના આધારે રિયાએ સુશાંતના ઘરે ડ્રગ આવવાનું કબૂલ્યું છે. રિયાના ઘણા પ્રશ્નોના જવાબથી એનસીબી સંતુષ્ટ નથી, તેથી જ સોમવારે એટલે કે આજે તેને પૂછપરછ માટે પાછી બોલાવવામાં આવી છે.

સુશાંત

NCBનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (દક્ષિણ-પશ્ચિમ ઝોન) એમ અશોક જૈને એજન્સીની ઓફિસની બહાર કહ્યું હતું કે સોમવારે ફરીથી રિયાને પૂછપરછ કરવા અને પોતાનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે એજન્સીએ આ કેસમાં અનુજ કેશવાની નામની વ્યક્તિ વિરુદ્ધ છાપામારો પણ કર્યો છે, જેનું નામ કૈઝાન ઇબ્રાહિમની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ ઇબ્રાહિમની ધરપકડ કરવામાં આવી હતી.

આજે ફરી થશે રિયાની પૂછપરછ

જૈને જણાવ્યું હતું કે, કેશવાની વિરૂધ્ધ કરેલી છાપામારી દરમિયાન “અમે 590 ગ્રામ હાશીશ, 0.64 ગ્રામ એલએસડી શીટ્સ, 304 ગ્રામ મોરિજુઆના અને કેપ્સ્યુલ્સ સહિત રૂ. 1,85,200 ની રોકડ અને 5000 ઇન્ડોનેશિયન રૂપીયા કબજે કર્યા છે,” જૈને જણાવ્યું હતું.

જ્યારે એજન્સીને રિયાના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને વિગતવાર માહિતી આપી શકતો નથી … કારણ કે તમારા (મીડિયાના) સહયોગથી, અમને ઘણી માહિતી મળી રહી છે.”

આ કેસ સાથે સંકળાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે રિયા આજે મોડી પહોંચી હતી, તેથી તપાસ પૂરી થઈ શકી નથી. એનસીબીના ડીજી અશોક જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રિયાને સોમવારે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ક્ષણે હું તપાસ અંગે કંઈ કહી શકું તેમ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા શનિવારે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દિપેશ સાવંતની ધરપકડ કરી હતી. દિપેશ સરકારી સાક્ષી બનવા માટે તૈયાર છે. એનસીબીએ રવિવારે દિપેશને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો. 9 સપ્ટેમ્બર સુધી તેમને 3 દિવસની કસ્ટડી લેવાની મંજૂરી મળી ગઈ છે.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!