GSTV

સુશાંત કેસઃ પાછા ફરવા માંગે છે એસપી વિનય તિવારી, BMC બોલી પહેલા કરાવો કોરોના ટેસ્ટ

સુશાંતસિંહ રાજપુતની આત્મહત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. તેની સાથે બિહાર પોલીસ પણ હવે સમગ્ર મામલે કિનારે થઈ ચુકી છે. આ વચ્ચે બૃહન્મુંબઈ નગર નિગમ (બીએમસી)એ કહ્યું કે પટનાના એસપી સીટી વિનય તીવારી જો મુંબઈથી જવા માંગતા હોય તો પહેલા તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બિએમસીના અધિકારીઓએ કહ્યું કે જો વિનય તિવારીને ક્વોરેન્ટાઈન પુરૂ થયા પહેલા મુંબઈ છોડવું છે તો તેણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જો તે નેગેટીવ આવે છે તો તેને ઘરે જવાની પરવાનગી અપાશે.

ઓનલાઈન પોતાનું કામ કરવા જણાવ્યું

બીએમસીના અતિરિક્ત નગર આયુક્ત પી વેલરાસુએ પટનાના આઈજી સંજય સિંહ દ્વારા લખવામાં આવેલા પત્રમાં જવાબ દેવામાં આવ્યો છે. સંજય સિંહ બિહાર કેડરના આઈપીએસ ઓફિસર વિનય તિવારીને ક્વોરેન્ટાઈનમાંથી છુટ દેવા માટે કહેવામાં આવ્યું છે. વેલરાસુએ બિહારમાં કોરોનાના કેસોનો હવાલો દેતા જણાવ્યું કે, કોઈ પણ પ્રકારની છુટ દઈ શકાશે નહીં. અધિકારીએ વિનય તિવારીને સલાહ આપી કે તે ઓનલાઈન માધ્યમથી પોતાનું કાર્ય કરે. વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી મીટીંગ કરવાથી આ સુનિશ્ચિત થઈ શકશે કે કોઈના સંપર્કમાં આવી રહ્યાં નથી.

બિહાર પોલીસ જશે કોર્ટમાં

જો વિનય તિવારીને ક્વોરેન્ટાઈનથી છુટ દેવા માટે બિહાર પોલીસ કોર્ટ જશે. કારણ કે, સુપ્રિમકોર્ટથી ફટકાર મળ્યાં બાદ બીએમસી વિનય તીવારીને છોડી નથી રહી. વિનય તીવારીને છોડાવવા માટે પટનાના આઈજીએ મુંબઈ પોલીસ સાથે પણ વાત કરી હતી. પરંતુ વિનય તિવારીને ક્વોરેન્ટાઈનમાંથી છુટ નથી મળી રહી.

Related posts

હવે ડાયમંડ જ્વેલરીનાં બદલામાં મળશે લોન,મંગળ ક્રેડિટ એન્ડ ફિનકોર્પે કર્યો ગોલ્ડ લોન માર્કેટમાં પ્રવેશ

Mansi Patel

સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ખેડૂતોએ ગણાવી લોલીપોપ, વીમા કંપનીઓ પર દબાણ કરી વીમો અપાવવા કરી માગ

Nilesh Jethva

અમરેલીનો સુરવો ડેમ ફરી ઓવરફ્લો, નિચાણવાળા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!