GSTV

સુશાંત મામલે આઘાડી નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, છેડી દીધો વિવાદનો મધપૂડો, કહ્યું: “મર્યા બાદ થયો પ્રખ્યાત”

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા માજિદ મેમણને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો અનુકૂળ નથી આવી રહ્યા લાગતા. એજ કારણ છે કે માજિદ મેમણે મીડિયા દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સવાલો ઉભા કર્યા છે.

સુશાંત

એનસીપી નેતાએ ટ્વીટ કરી આપ્યું નિવેદન

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા માજિદ મેમણે એક વિવાદિત નિવેદન આપતા ટ્વીટ કરતા જણાવ્યું છે કે સુશાંત પોતાના જીવનકાળ દરમ્યાન એટલા પ્રખ્યાત નથી થયો જેટલો તે મોત બાદ પ્રખ્યાત થયો છે.

પીએમ અને યુએસ પ્રેસિડેન્ટ કરતા વધુ અપાઈ રહ્યું છે મહત્વ

એનસીપી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ માજિદ મેમણે કહ્યું છે કે પ્રધાનમંત્રી અને અમેરિકન રાષ્ટ્રપતિ કરતા પણ વધુ હવે મીડિયા સુશાંતને મહત્વ આપી રહ્યું છે.

તપાસમાં ગોપનીયતા જાળવી રાખવી જરૂરી : મેમણ

તેમને વધુમાં જણાવ્યું કે જયારે પણ કોઈ અપરાધ તપાસના તબક્કામાં હોય છે ત્યારે ગોપનીયતા જાળવી રાખવી પડે છે. મહત્વપૂર્ણ પુરાવા એકઠા કરવાની પ્રક્રિયામાં દરેકે દરેક પાસાને જાહેર કરવા સત્ય અને ન્યાયના હિતમાં પ્રતિકૂળ પ્રભાવ પાડી શકે છે.

MUST READ:

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!