GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં EDની એન્ટ્રી, FIR દાખલ થતાં ગર્લ ફ્રેન્ડ રિયાની વધશે મુશ્કેલીઓ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે. મુંબઈ અને બિહાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તો વળી આ મામલાની તપાસ સીબીઆઈથી કરાવાની પણ માગ વધી રહી છે. ત્યારે હવે આ મમાલે ઈડી પણ એક્ટીવ થયુ છે. ઈડીએ આ મામલામાં મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે.

મની લોન્ડ્રીંગનો કેસ

ઈડીએ સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે. આ કેસની તપાસ કરતા અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, ઈડીએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારના અમુક સભ્યો વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો કેસ દાખલ કર્યો છે.

રિયા અને તેના પરિવારના સભ્યોની થશે પૂછપરછ

આ અગાઉ ગુરૂવારે ઈડીએ પટના પોલીસ પાસેથી એફઆઈઆરની કોપી પણ માગી હતી. રિયા ચક્રવર્તી પર 15 કરોડની હેરાફેરીનો આરોપ છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહએ આરોપ લગાવ્યો છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યુ હુતં કે, સમગ્ર વિગતો એકઠી કર્યા બાદ અમે આ ફરિયાદ કરી છે. આવનારા દિવસોમાં રિયા અને તેના પરિવારના અમુક સભ્યોની પુછપરછ કરવામાં આવશે.

રિયા પર સુશાંતના પિતાએ લગાવ્યા ગંભીર આરોપ

FIRમાં સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2019માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા. પણ અમુક મહિનામાં તેમાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. ત્યારે તેના પિતાએ આરોપ લગાવ્યો છે કે, આ કેસમાં તપાસ જોઈએ કે, આખરે આ પૈસા ક્યાં ગયા. તેના પિતાએ વકીલના માધ્યમથી એવો પણ આરોપ લગાવ્યો છે કે, રિયા સુશાંતના પૈસા અને ક્રેડિટ કાર્ડનો ખોટો ઉપયોગ કરી રહી હતી.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!