GSTV
Home » News » B’day Special: મોતને માત આપીને ફરીથી આ રીતે જીવંત થયો હતો સુશાંત સિંહ રાજપુત

B’day Special: મોતને માત આપીને ફરીથી આ રીતે જીવંત થયો હતો સુશાંત સિંહ રાજપુત

બોલીવુડના ચોકલેટી એક્ટર સુશાંત સિંહ રાજપુત આજે પોતાનો 33મો બર્થડે સેલીબ્રેટ કરી રહ્યો છે. સુશાંતનો જન્મ બિહારની રાજધાની પટનામાં થયો હતો. સુશાંત સિંહ રાજપુત જ્યારે 12માં ધોરણમાં હતો ત્યારે તેની માતાનું નિધન થઇ ગયું હતુ. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ બૉક્સ ઑફિસ પર ઘણી સફળ રહી હતી.ચાલો જાણીએ સુશાંતના જીવન સાથે સંકળાયેલા કેટલાક મજેદાર કિસ્સાઓ…

સુશાંત સિંહ રાજપુતને ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાથી પૉપ્યુલારિટી મળી હતી. તેની આગામી ફિલ્મ ‘સોનચિડિયા’ છે. 2003ની AIEEE એક્ઝામમાં આખા દેશમાં તેનો સાતમો રેન્ક હતો. તેણે સ્કૉલરશિપ ક્વૉલીફાઇ કરી હતી. આ ઉપરાંત તે ફિઝિક્સમાં નેશનલ લેવલનો ઑલંપિયાડ જીત્યો છે. સુશાંત સિંહ રાજપુત જ્યારે નાદિરા બબ્બર સાથે મળીને થિયેટર કરવા લાગ્યો એ દરમિયાન એક પ્લે કરી રહ્યો હતો, ત્યારે એકતા કપૂરની નજર તેના પર પડી.

આ દરમિયાન એકતા કપૂરે તેને પોતાની ટીવી સીરિયલમાં રૉલ આપ્યો. ‘પવિત્ર રિશ્તા’ પહેલા સુશાંતે એકતા કપૂરની સીરિયલ ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’માં કામ કર્યું હતુ, જેમાં તેના પાત્રનું જલદી મોત થઇ જાય છે. જો કે દર્શકોની ડિમાન્ડનાં આધારે સીરિયલમાં સુશાંત સિંહ રાજપુતની આત્માને બોલાવવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપુતનાં કેરિયરની સૌથી હિટ ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટૉલ્ડ સ્ટોરી’ હતી. આ ફિલ્મ માટે સુશાંતે ઘણી જ મહેનત કરી હતી. સુશાંત ધોનીનાં હેલિકૉપ્ટર શૉટની રોજની 225 વાર પ્રેક્ટિસ કરતો હતો. પર્સનલ લાઇફની વાત કરીએ તો સુશાંત સિંહ રાજપુતે પોતાની કૉ-સ્ટાર અંકિતા લોખંડેને ડેટ કરી છે. જો કે કેટલાક સમય બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. આજકાલ સુશાંત સિંહ રાજપુત કૃતિ સેનનને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે.

જણાવી દઇ કે સુશાંત, નાદિરા બબ્બર સાથે મળીને થિયેટર કરતો હતો. તે દરમિયાન જ એક્તા કપૂરની નજર તેના પર પડી અને તેણે સુશાંતને તેના ટીવી સીરીયલમાં રોલ ઑફર કર્યો. ફિલ્મોમાં પણ સુશાંતને ઘણી સફળતા મળી છે. તેની આગામી ફિલ્મ સોનચીડીયા છે અને તેમાં તેની ઓપોઝીટ ભૂમિ પેડનેકર જોવા મળશે.

Read Also

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!