GSTV

Sushant Singh Rajput Birthday : સુશાંતને યાદ કરી ફેન્સ થયા ભાવુક, કહ્યું પાછા આવી જાઓ….

સુશાંત

Last Updated on January 21, 2021 by Mansi Patel

સુશાંત સિંહ રાજપૂતને દુનિયા છોડ્યાના મહિનાઓ થઇ ગયા છે પરંતુ ફેન્સના દિલમાં તેમની યાદ આજે પણ તાજા છે. આજે સુશાંતનો જન્મ દિવસનો ખાસ અવસર છે આમતો ફેન્સ એમને દરરોજ યાદ કરે છે. એક્ટરની મોત પર ફેન્સ પહેલા દિવસથી ઈંસાફની માંગ કરી રહ્યા છે અને આજે પણ પોતાની વાત પર અડગ છે.

ફેન્સે સુશાંતને આ રીતે કર્યો યાદ

દુનિયાભરના ફેન્સ ટ્વીટ કરી તેમને યાદ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પાછા આવી જાઓ આ દુનિયાને તમારી જરૂરત છે. એક અન્ય યુઝરે ફેન્સ દ્વારા બનાવવામાં આવેલ મ્યુઝિકલ ટ્રીબ્યુનલ વિડીયો શેર કર્યો છે. એક યુઝરે લખ્યું- 21 જાન્યુઆરી…બોલીવુડના ઇતિહાસમાં કોઈ પણ એકત્રના બર્થડે પર આટલી ઉત્સુકતા નથી જોઈ . સુશાંત સિંહ રાજપુર બર્થડે 21 જાન્યુઆરી રેકોર્ડ બ્રેક થવાનું છે. એક અન્ય યુઝરે લખ્યું, હંમેશા પ્રેરિત કરતા રહેવા માટે આભાર @itsSSR #SushantSinghRajput #SushantBirthdayCelebration

શ્વેતા સિંહ કીર્તિએ ભાઈ સુશાંતને યાદ કર્યો

સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ભાઈ સુશાંતના નામ ટ્વીટ કર્યું છે. તેમણે સુશાંત અને પોતાના પરિવાર સાથે ફોટો શેર કરી લખ્યું , લવ યુ ભાઈ! તું મારો ભાગ છે અને હંમેશા રહેશે તો… #SushantDay.

34 વર્ષીય સુશાંત ગયા વર્ષે 14 જૂનના રોજ પોતાના ફેલેટમાં ફંદા પર લટકેલા મળ્યા હતા.આ ઘટનામાં દેશને શોકમાં નાખી દીધો હતો. ફેન્સ ત્યારથી લઇ હજુ પણ સુશાંત માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. જો કે આ કેસમાં સીબીઆઈ, ઇડી અને એનસીબી જેવી દેશની મોટી બેંકો તપાસ કરી રહી છે. પર હજુ કોઈ નિષ્કર્ષ જવાબ મળ્યો નથી.

સુશાંતનું એક્ટિંગ કરિયર

સુશાંત

સુશાંતે એક્ટિંગ કરિયરની વાત કરીએ તો 2008માં ‘કિસ દેશ મેં હે મેરા દિલ ‘ સિરિયલથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર પછી સુશાંત ‘પવિત્ર રિશ્તા’માં લીડમાં જોવા મળ્યા હતા. આ સુશાંતના કરિયરનો મોટો ટર્નિંગ પોઇન્ટ હતો જેમાં તેમને માનવના રૂપમાં ઓળખ મળી.

સુશાંત

ટેલિવિઝનમાં સફળતા પછી સુશાંતે 2013માં બોલીવુડની પહેલી ફિલ્મ ‘કઈ પો છે’ કરી. 2016માં સુશાંતની ફિલ્મ ‘એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ રિલીઝ થઇ જે એના કરિયરની મોટી હિટ હતી. ત્યાર પછી રાબ્તા, કાદારનાથ, સાનચિડિયા, છીછોરે અને ડ્રાઈવમાં સુશાંત જોવા મળ્યા. તેમની છેલ્લી ફિસ્મ દિલ બેચારા હતી.

Related posts

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

આર્યન ખાન કેસ / પૂરી થઈ માતા ગોરીની ‘મન્નત’, શાહરૂખનો જન્મદિવસ જ નહીં, દિવાળીની પણ શાનદાર થશે ઉજવણી

Zainul Ansari

Aryan Khan Bail: આ છે વકીલોની એ ટીમ જેમણે આર્યનને ધરપકડના 25 દિવસ પછી અપાવ્યા જામીન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!