GSTV
Home » News » સુશાંત અને અંકિતા ફરી દેખાશે એકસાથે, ચેનલે કરી મોટી જાહેરાત

સુશાંત અને અંકિતા ફરી દેખાશે એકસાથે, ચેનલે કરી મોટી જાહેરાત

ક્યારેક સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે ટીવી ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ કહેવાતા હતા. બંને 6 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. કહેવામાં તો ત્યાં સુધી આવતું હતું જલ્દીથી આ કપલ લગ્ન કરી લેશે પરંતુ ત્યાં ખબર એવી આવી કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે. બંને ટીવીની સુપરહિટ સિરિયલ પવિત્ર રિશ્તામાં એકસાથે પતિ-પત્નીના રોલમાં દેખાયા હતાં. ત્યાર બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યાં હતાં પરંતુ સમયની સાથે બંનેના સંબંધમાં તિરાડ પડી હતી.

હવે ખબર છે કે ટીવીની આ ફેમસ જોડી ફરી એક વખત એકસાથે દેખાશે. ભલે આ રિયલ લાઇફમાં હવે સાથે ન હોય પરંતુ ટીવી પર એક સાથે જોવામાં આવશે. જી હા, ટીવી પર બંનેની સૌથી પોપ્યુલર સીરિયલ પવિત્ર રિશ્તા એક વખત ફરી ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. આવું પબ્લિક ડિમાન્ડ પર કરવામાં આવી રહ્યું છે. હાલમાં ઝી ટીવીએ જાહેરાત કરી છે કે તે પોતાનો પોપ્યુલર શો પવિત્ર રિશ્તા અને જોધા અક્બર ફરીથી ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યાં છે.

ઝી ટીવીએ જાહેરાત કરતા લખ્યું છે કે જેની તમને લાંબા સમયથી રાહ હતી તેની ઝી ટીવી જાહેરાત કરે છે. ફાઈનલી પબ્લિકની ડિમાન્ડ પર તમારા ફેવરિટ શો પવિત્ર રિશ્તા અને જોધા અક્બર ફરી એક વખત ઑન એર કરવામાં આવી રહ્યાં છે. જણાવી દઈએ કે 3 સપ્ટેમ્બરથી પવિત્ર રિશ્તાને ટેલિકાસ્ટ સોમવારથી શુક્રવાર 4 વાગે અને જોધા અક્બરને સાંજે 5 વાગે ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ બંને સીરિયલ જ્યારે ઑન એર હતી ત્યારે TRP લિસ્ટમાં સૌથી આગળ હતી.

Related posts

હવે ટિકિટ વિંડો પર લાઈનમાં નહીં ઉભા રહેવું પડે, રેલવે મંત્રાલયે આ એપ દ્વારા શરૂ કરી નવી આ સર્વિસ

Arohi

ગુજરાતની પાંચ GIDC પોલ્યુટેડ જાહેર, આ રાજ્યની જીઆઈડીસી સૌથી વધારે ફેલાવે છે પ્રદૂષણ

Mayur

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!