GSTV

સુશાંત સિંહ રાજપૂત કેસ: ઘેરાતા રહસ્ય વચ્ચે મળી મહત્વપૂર્ણ કડી, જાણો 14મી જૂને કોની સાથે કરી હતી વૉટ્સએપ ચેટ

સુશાંત

સુશાંતસિંહ રાજપૂત કેસની સીબીઆઈ તપાસ ચાલી રહી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછ પણ ચાલી રહી છે. આ કેસ વિશે રોજ અવનવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે, જે વિવિધ બાબતો ઉકેલવાને બદલે તેને વધુ જટિલ બનાવે છે.તાજેતરમાં જ ઘરના કર્મચારી દીપેશ સાવંતની એક વોટ્સએપ ચેટ સામે આવી છે. આ તે જ દિવસ છે જ્યારે સુશાંતનું અવસાન થયું હતું.

વોટ્સએપ ચેટમાં થયો આ ખુલાસો

તેમાં ફ્લિપકાર્ટ ડીલ અંગે ચર્ચા થઈ રહી છે. ચેટ 14મી જૂને સવારે 10:51થી બપોરના 4:30 વાગ્યાની વચ્ચેની છે. તે દરમિયાન જ સુશાંતનું મોત નીપજ્યું હતું અને આ ચેટમાં તેનો ઉલ્લેખ પણ છે. દીપેશે આ ચેટમાં કોઈકને લખ્યું છે કે મને સુશાંતે ફ્લિપકાર્ટ ડીલ સંદર્ભે તમારી સાથે સંપર્કમાં રહેવા માટે કહ્યું છે. આ મેસેજ સવારે 10.51 નો છે.

9 જૂને પણ સુશાંત સાથે કરી હતી ચેટ

બપોરે 2.48 વાગ્યે સુશાંતના મૃત્યુ પછી તે વ્યક્તિનો મેસેજ આવે છે – ભાઈ સલામત છે? કૃપા કરીને મને જવાબ આપો જો તમને કોઈ સહાયની જરૂર હોય તો કોલ કરજો. અમે નજીક જ છીએ પાંચ મિનિટમાં આવી જઈશું. આ જ વ્યક્તિએ નવમી જૂને સુશાંત સાથે ચેટ પણ કરી હતી.

તેણે સુશાંતને લખ્યું હતું કે ભાઈ ફ્લિપકાર્ટ તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હું કોનો નંબર આપું? સુશાંતે જવાબ આપ્યો હતો કે દીપેશ મારી સાથે છે. દીપેશને સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, આ વ્યક્તિ કોણ છે? સુશાંતના મૃત્યુ બાદ તેણે દિપેશને જે સંદેશ મોકલ્યો છે તેનો અર્થ શું છે? નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે 14મી જૂને સુશાંત ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારે દિપેશ તે ઘરમાં હાજર હતો. તેઓ આ કેસ બાબતે ઘણું જાણે છે.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!