GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ : આ 6 લોકો સામે CBIએ દાખલ કરી ફરીયાદ, જુઓ લિસ્ટ

સુશાંત

Last Updated on August 19, 2020 by Karan

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા કેસમાં સીબીઆઈએ છ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈએ સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ઇન્દ્રજિત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને શ્રુતિ મોદી પર આરોપ મૂક્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આઈપીસીની કલમ 306, 341, 342, 420, 406 અને 506 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. તેનાથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં સીબીઆઈની તપાસ આ આરોપીઓની આસપાસ જ ફરશે.

રિયા પર ઘણા ગંભીર આક્ષેપો

‘મેરે ડેડ કી મારુતિ’થી અભિનય કારકિર્દીની શરૂઆત કરનારી રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. તેના પર સુશાંત સિંહને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવો, નાણાની હેરાફેરી, ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો છે. સુશાંતના પિતા કે કે સિંહે પટણામાં રિયા વિરુદ્ધ એફઆઈઆર કરી હતી. તેમણે રિયા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા.

સુશાંત કેસ

શોવિક ચક્રવર્તી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો ભાઈ છે. તે સુશાંત સાથે ત્રણ કંપનીનો ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. શોવિક ચક્રવર્તી ઘણી વાર સુશાંતના ઘરમાં પણ જોવા મળ્યો છે. તેની અને સુશાંતની ઘણી તસ્વીરો પણ સાથે છે. સુશાંતના મૃત્યુ પછી શોવિકે એક પોસ્ટ લખી હતી. જેમાં તે સુશાંત પાસેથી શું શીખ્યો તે જણાવ્યું હતું. તેણે લખ્યું કે તમારા માટેનો પ્રેમ હંમેશા મારા હૃદયમાં રહેશે.

સીબીઆઈની એફઆઈઆર કોના કોના નામ?

સીબીઆઈની એફઆઈઆરમાં સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાનું નામ પણ છે. સેમ્યુઅલ મિરાન્ડાની  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના પરિવારજનોનો આરોપ છે કે રિયા ચક્રવર્તીએ ગયા વર્ષે સુશાંતના મેનેજર તરીકે સેમ્યુઅલ મિરાન્ડાની નિમણૂંક કરી હતી. એક સમયે તે સુશાંતની નજીકના લોકોમાં હતો.

જયારે સુશાંતનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો તે સમયે સેમ્યુઅલ મિરાન્ડા, કૂક કેશવ અને નીરજ સિવાય સિદ્ધાર્થ પિઠાણી હાજર હતા. સેમ્યુઅલ મિરાન્ડા, સિદ્ધાર્થ અને કૂક એવા લોકો છે કે જેમણે સૌપ્રથમ સુશાંતનો મૃતદેહ જોયો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!