GSTV

બિહાર પોલીસે કર્યું સુશાંતની આત્મહત્યાનું રિક્રિયેશન, નોકરે કર્યા અનેક ખુલાસા

સુશાંત

Last Updated on August 2, 2020 by pratik shah

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના 49 દિવસ બાદ પણ આત્મહત્યાનું કારણ હજુ પણ અકબંધ છે. મુંબઇ પોલીસની સાથે બિહાર પોલીસ પણ આ ઘટનામાં તપાસ કરી રહીં છે. તપાસ દરમિયાન સુશાંતની મોતને લઇને રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે.

સુશાંત

સુશાંત કેસમાં બિહાર પોલીસ સક્રિય

આ કેસમાં પટના પોલીસે ઘટના સ્થળ પર જઇ સુશાંતની આત્મહત્યાનું રીક્રિશેન કર્યું હતું. પોલીસે સુશાંતના ઘરના નોકરની પણ પુછપરછ કરી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. સુશાંતના નોકરે પોલીસને જણાવ્યું કે રિયાની પરનવાનગી વગર કોઇ ઘરમાં આવી શકતું નહીં. રિયા મેડમ જ નક્કી કરતી હતી હતી કે સુશાંતનો રૂમ સાફ કરવાનો છે કે નહીં. ખાસ કરીને સુશાંતના રૂમમાં બહારના વ્યક્તિને જવાની પરવાનગી નહતી. એક સમય તો એવો આવ્યો હતો કે તે પોતાના જ માણસોને મળી શકતો નહતો.

પોલીસે રૂમી જાફરીનું નિવેદન નોંધ્યું

ફિલ્મ ડાયરેક્ટર રૂમી જાફરીનું પણ એસઆઇટીએ નિવેદન નોંધ્યું. લોકડાઉન બાદ સુશાંત અને રિયા રૂમીની ફિલ્મમાં કામ કરવાના હતા. માર્ચમાં તેમની વાત રૂમા જાફરી સાથે થઇ હતી. સુશાંત અને રિયાની આ પહેલી ફિલ્મ હતી. જાફરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે લોકડાઉન જેમ આગળ વધતું તે હતાશ થઇ જતો હતો.

બિહાર પોલીસ આ કેસમાં સંપૂર્ણ હકીકત સામે લાવશે: બિહારના ડીજીપી

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેયે સુશાંતની મોત પર કહ્યું કે બિહાર પોલીસ આ કેસમાં સંપૂર્ણ હકીકત સામે લાવશે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે જ્યારથી બિહાર પોલીસમાં ફરિયાદ લખાવી છે ત્યારથી જ બિહાર પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસની એક ટીમ મુંબઈ મોકલવામાં આવી છે. જોકે, સમાચાર એવા છે કે મુંબઈ પોલીસ બિહાર પોલીસ સાથે યોગ્ય વર્તન કે મદદ કરી રહી નથી. ઉપરાંત, બિહાર પોલીસની તપાસ કેટલે પહોંચી તેના પર પણ સવાલો ઉઠી રાયા છે.

કેવી રીતે થઇ રહી છે સુશાંત કેસમાં તપાસ

બિહાર પોલીસના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા સાંજે તેમની ટીમની ત્યાંના ડીએસપી સાથે ઘણી સારી ચર્ચા થઇ. આરોપી પક્ષના લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. અમને આશા છે કે દિવસે અમને તક મળી તે જ દિવસે અમે સત્ય સામે લાવી દઈશું.

પરિવાર કરી શકે છે સીબીઆઈ તપાસની માંગ

સુશાંત સિંહ રાજપૂતના ઘટનાક્રમ એક રહસ્ય બની ગયું છે અમારો સંકલ્પ છે કે અમે સમગ્ર રહસ્ય પરથી પડદો ઉઠાવીને જ રહીશું. બિહાર પોલીસ તપાસ કરવા માટે સક્ષમ છે. પરંતુ, જો સુશાંતના પરિવારને લાગે છે કે બિહાર પોલીસ યોગ્ય તપાસ નથી કરી રહી તો તેઓ CBI તપાસની માંગ કરી શકે છે. અમે સરકાર સમક્ષ તેમની અરજી પહોંચાડી દઈશું.

ડીજીપી એ આગળ જણાવ્યું છે કે અમારી તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે. અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજ નથી મળી. તો સાથે જ જે આરોપી છે તે પણ ભાગતા ફરી રહ્યા છે. એટલે એવું લાગી રહયું છે લે દાળમાં ચોક્કસ કંઈક કાળું છે. સુશાંતની મોત સરળ નથી. અમે સરળતાથી આ કેસને જવા નહિ દઈએ. આ મામલે ભલે ગમ્મે તેટલા લોકો સંડોવાયેલા હોય તે તમામને જેલના સળિયા પાછળ મોકલીને જ રહીશું.સત્ય બહાર લાવીને જ રહીશું.

MUST READ:

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!