GSTV

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન અંગે હતી, લખી હતી આ વાત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને ત્રણ મહિનાથી વધુ સમય થઇ ગયો છે. આ ત્રણ મહિનામાં જે કાંઈ બહાર આવ્યું છે તે એકદમ આઘાતજનક છે. આ કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ, આ કેસ હવે એક બીજા જ મોડ પર પહોંચી ગયો છે. ફેન્સ અને અભિનેતાનો પરિવાર તેના મૃત્યુનું કારણ જાણવા માગે છે. સુશાંતના મોત સાથે તેની એક્સ મેનેજર દિશા સાલિયાનનું મોત પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.

સુશાંતની એક પોસ્ટ ઝડપથી વાયરલ

સુશાંતના મૃત્યુના એક સપ્તાહ અગાઉ જ તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનનું નિધન થયું હતું. તાજેતરમાં સોશિયલ મીડિયા પર સુશાંતની એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને સુશાંતની દિશા અંગે કરેલી છેલ્લી પોસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સ્ટોરી દિશા સાલિયાન સાથે સંકળાયેલી હતી

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઇન્સ્ટા સ્ટોરીને અત્યંત શેર કરવામાં આવી રહી છે. સુશાંતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દિશા સાલિયાન સાથે સંકળાયેલી હતી. આ પોસ્ટને @justiceforsushi નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટને સુશાંતે તેની એક્સ મેનેજર દિશા સાલિયાનના મોત બાદ શેર કરી હતી. આ પોસ્ટ દ્વારા સુશાંતે દિશા અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મિત્રો પ્રત્યેની મારી સંવેદના

આ ઇન્સ્ટા પોસ્ટમાં સુશાંતસિંહે લખ્યું છે કે, ‘આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે. દિશાના પરિવાર અને તેના મિત્રો પ્રત્યેની મારી સંવેદના. શ્રદ્ધાંજલિ. આ પોસ્ટ ફેન્સ સતત તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Related posts

ગાંધીનગર/ વરદાયિની માતાજીની પલ્લી કોરોના કહેર વચ્ચે પણ રહી અતુલ, મોડી રાતે યોજાઈ પલ્લી- પરંપરા રહી અતૂટ

pratik shah

દિવાળી પર આમને મળશે સોના ઉપર ડબલ ફાયદો!જાણો કેવી રીતે થશે મોટી કમાણી

Mansi Patel

મગફળી/ જૂનાગઢ જિલ્લામાં 52 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું, નવ ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!