GSTV
Gujarat Government Advertisement

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે સુશાંતના ડોગના મોતના સમાચાર, જાણો શું છે સત્ય?

સુશાંત

Last Updated on June 24, 2020 by Arohi

બોલિવુડના એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને મુંબઇ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી એ વાતનો ખુલાસો હજી થયો નથી. અહેવાલનું માનીએ તો સુશાંતસિંહ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના નિધન બાદ તેના ડોગ ફજની પણ ઘણી તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં ફજ સુશાંતના મૃત્યુ પછી ઘણો ઉદાસ થઈ ગયો છે અને  શાંત પણ  રહેવા લાગ્યો હતો.

ફજ ના મોતની અફવાઓએ પણ જોર પકડ્યું

હવે સોશિયલ મીડિયા પર ફજ ના મોતની અફવાઓએ પણ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે સુશાંતના ડોગનું નિધન થઈ ગયું છે. સુશાંતના નિધન પછી ફજે ખાવાનું બંધ કરી દીધુ હતું, જેના કારણે તેનું મોત થયું હતું. એક ઇંગ્લિશ પોર્ટલે સુશાંતના ડોગી ફજ સાથે સંકળાયેલા આ અહેવાલને અફવા ગણાવી છે.

સુશાંત

ફજ અને સુશાંતના જૂના પોસ્ટ પણ વાયરલ

સુશાંતના નજીકના સૂત્રોએ આ વાતનો ખુલાસો કર્યો છે કે ફજ એકદમ સારો છે અને આ સમયે સુશાંતના પવના ખાતેના ફાર્મહાઉસ પર રહે છે. આ દરમિયાન ફજના અને સુશાંતના જૂના પોસ્ટ પણ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં સુશાંત અને ફજ એકસાથે રમતા જોવામાં આવી રહ્યા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!