GSTV

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસ પર અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો અનામત રાખ્યો. સુપ્રીમ કોર્ટ તેના ચુકાદામાંમાં એ નક્કી કરશે કે બિહારમાં નોંધાયેલ FIR મુંબઇ ટ્રાન્સફર કરવી જોઈએ કે નહીં. તો સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં CBIને આ કેસની તપાસ કરવી જોઇએ કે નહીં તે પણ નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 13 ઓગસ્ટ સુધી લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને 13 ઓગસ્ટ સુધી લેખિત જવાબ દાખલ કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી જસ્ટિસ ઋષિકેશ રોયની બેંચ સુનાવણી કરવાની હતી. સીનિયર એડવોકેટ મનિંદર સિંહ બિહાર સરકાર તરફથી, અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર, શ્યામ દિવાન રિયાની તરફથી અને વિકાસ સિંહ સુશાંત સિંહની ફેમિલીનો પક્ષ રજૂ કર્યો. કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૂકાદો પેન્ડીંગ રાખો અને તમામ પક્ષોને કહ્યું કે તે પોત-પોતાની દલીલો લેખિતમાં પણ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં જવા કરાવી દીધા.

કેન્દ્ર સરકારે શું કહ્યું?

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કેસની સીબીઆઇ તપાસની જરૂર ગણાવી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે અત્યાર સુધી મુંબઇ પોલીસે FIR દાખલ કેમ ન કરી? રિયાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે સીબીઆઇ તપાસ વિના રાજ્યની મંજૂરી વિના શરૂ થઇ ન શકે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ અક્રનાર પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે એટલા માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના CBI તપાસ થઇ ન શકે. તેમણે કહ્યું કે પહેલા બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસે પાસે ટ્રાંસફર થાય, ત્યારબા જો મહારાષ્ટ્ર સરકાર મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. તેમણે પટનામાં દાખલ FIR પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે બિહારના ક્ષેત્રાધિકાર નથી. 38 દિવસ બાદ FIR દાખલ કરવા 38 દિવસ બાદ FIR દાખલ કરવી ઔચિત્ય નથી. FIR દાખલ થવા પાછળ રાજકિય કારણ છે. બિહાર પોલીસીક એવા કેસ માટે FIR દાખલ કરી, જેનું પટના સાથે કોઇ કનેક્શન નથી. રિયાના વકીલે કહ્યું કે કહ્યું કે જો કેસને પટનાથી મુંબઇ પોલીસ પાસે ટ્રાંસફર કરવામાં નહી આવે તો રિયાને ન્યાય મળી શકશે નહી. વકીલે કહ્યું કે રિયા, સુશાંતને પ્રેમ કરતી હતી. તેને ટ્રોલ કરવામાં આવી રહી છે, તેને પ્રતાડિત કરવામાં આવી રહી છે.

બિહાર સરકારે શું કહ્યું

બિહાર સરકારે વકીલ મનિંદર સિંહે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું કે બિહાર સરકાર નહી પરંતુ મહારાષ્ટ્ર સરકાર રાજકીય દબાણમાં છે. જેને અત્યાર સુધી પણ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે FIR દાખલ કરી નથી. સુપ્રીમ કોર્ટે રિયાના વકીલને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે તમે પણ CBI તપાસ ઇચ્છતા હતા? રિયાના વકીલે કહ્યું FIR ને પટનાથી મુંબઇ ટ્રાંસફર કરવામાં આવે, મહારાષ્ટ્ર સરકાર જે ઇચ્છે તે કરશે. તે ઇચ્છે તો તપાસ CBI ને સોંપી શકે છે. તેના બિહાર સરકારના વકીલે કહ્યું કે બિહાર પોલીસના એક આઇપીએસને મુંબઇમાં કોરોન્ટાઇન કરવાના નામે ડિટેન કરી રાખવામાં આવ્યા. આ બધી વાતોને સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં રાખવી પડશે કે મહારાષ્ટ્ર સરકારનું કેસને લઇને શું વલણ છે.

મહારાષ્ટ્ર સરકારે શું કહ્યું?

મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં એક જજની બેંચ કોઇ કેસને સીબીઆઇને સોંપવા માટે સુનાવણી ન કરી શકે. તેમણે કહ્યું કે આ મામલે બિહાર પોલીસની તપાસનો કોઇ અધિકાર ક્ષેત્ર નથી. તેમણે કહ્યું કે આ કેસમાં સીબીઆઇ પોતે સુપ્રીમ કોર્ટ પહોંચી છે જોકે સીબીઆઇ પોતે કોઇ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર ન બની શકે.

સુશાંતના વકીલે શું કહ્યું?

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ કહ્યું કે મીડિયામાં શું-શું રિપોર્ટ થઇ રહ્યા છે, હું તેને અહીં જણાવવા માંગતો નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પુત્રનું નામ પણ આવી રહ્યું છે. વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુશાંતને પરિવારથી દૂર કરવામાં આવી રહ્યો હતો. પિતાએ વારંવાર પૂછ્યું કે મારા પુત્રની શું સારવાર થઇ રહી છે? મને ત્યાં આવવા દો. પરંતુ કોઇ જવાબ ન મળ્યો. કેસમાં ઘણા પાસા તપાસના લાયક છે. સુનાવણીના અંતમાં રિયાના વકીલે કહ્યું કે અમારી માંગના અનુસાર કેસ મુંબઇ ટ્રાંસફર થાય, આગળ જે કરવાની જરૂર હોય તે ત્યારબાદ થાય. આ કેસમાં બીજા રાજ્યમાં FIR દાખલ થઇ છે અને પછી તેને CBIને ટ્રાંસફર કરવામાં આવી. તેની પરવાનગી આપવી ન જોઇએ.

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!