GSTV

સુશાંત કેસ: શિવસેના સાંસદ સંજય રાઉતનો દાવો, પરિવાર સાથે સારા ન હતા અભિનેતાના સંબંધ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં રહસ્યો વધુને વધુ ગૂઢ થતા જય રહ્યા છે તો બીજી બાજુ તેને લઈને રાજનીતિ રમાવાનું પણ શરૂ થઇ ગયું છે. સુશાંત કેસમાં શિવસેના સંસદ સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં ઘણા આરોપો લગાવ્યા છે.

સંજય રાઉતે બિહાર પોલીસ અને કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ષડયંત્ર ઘડાયું હોવાના આરોપો લગાવ્યા છે. તેમને એમ પણ આરોપ લગાવ્યો છે કે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ભાજપના આદમી છે અને તેમના પર 2009માં અનેક ચાર્જીસ લાગેલા છે.

પોતાના લેખમાં સંજય રાઉતે લખ્યું…

રાઉતે લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ હવે સીબીઆઈના હાથમાં ગઈ છે. મુંબઈ પોલીસની તપાસ ચાલી રહી છે તે દરમ્યાન બિહાર સરકાર સીબીઆઈ તપાસની માંગ કરે છે કેન્દ્ર સરકાર તેને તુરંત માન્ય રાખે છે. કોઈ પ્રકરણનું રાજનીતિકરણ કરવું છે, તેના માટે સીબીઆઈ, ઇડી, જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરવો આ બધું આઘાતજનક છે.

સંજય રાઉતે આગળ લખ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાતના દુઃખદ કેસમાં ચોક્કસપણે રાજનીતિ રમાઈ રહી છે.  સુશાંતના મોત પાછળ મોટું રહસ્ય છે. તેમાં, ફિલ્મ રાજનીતિ અને ઉદ્યોગ જગતના મોટા નામ સામેલ છે એટલે મુંબઈ પોલીસ યોગ્ય તપાસ નહિ ખાતે તેવી બિહાર સરકારની ફરિયાદ છે. મુંબઈ પોલીસ તપાસ નહિ કરી શકે. એટલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવે તેવી બિહાર સરકારની માંગને 24 કલાકમાં સ્વીકારી લેવામાં આવી.

MUST READ:

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

સાંસદોના ધરણા/ આખી રાત સંસદની બહાર ધરણા કરશે સાંસદો, આપના સાંસદે તો ચાદર અને તકિયા પણ મગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!