GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: રિયાએ માગ્યું પોલીસ પ્રોટેક્શન, સીબીઆઈએ કરી રિયા અને તેના ભાઈની 10 કલાક પૂછપરછ

Last Updated on August 29, 2020 by pratik shah

સુશાંત આપઘાત કેસ મામલે તપાસ કરી રહેલી સીબીઆઈ દ્વારા રિયાને સુરક્ષા પુરી પાડવા મુંબઈ પોલીસને પત્ર લખવામાં આવ્યો છે. ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં પૂછપરછ દરમ્યાન રિયાને પોલીસ સુરક્ષા મળશે. સીબીઆઈની રજૂઆત બાદ રિયાના ઘરે બે પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે. આ જવાન ડીઆરડીઓ જતી વખતે રિયા સાથે સુરક્ષામાં હાજર રહેશે.. આ પહેલા રિયાએ સોશિયલ મીડિયા પર પોલીસ સુરક્ષાની માગ કરી હતી.

રિયા

10 કલાક કરી રિયાની પૂછપરછ

બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસમાં રોજબરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કેસના મુખ્ય આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીની સીબીઆઈ દ્વારા આજે પણ પૂછપરછ શરૂ કરાઈ છે. ડીઆરડીઓ ગેસ્ટહાઉસમાં સીબીઆઈની ટીમ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. શુક્રવારે સીબીઆઈની ટીમે લગભગ 10 કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી. રિયાની સાથે તેનો ભાઈ શૌવિક પણ છે.

આજે NCB આપશે રિયાને સમન્સ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિયાને સિદ્ધાર્થ પીઠાની, નીરજ સિંહ, કેશવ બચનેર અને દીપેશ સાવંતને સામસામ બેસાડીને સવાલ પૂછી શકે છે. તો ડ્રગ્સ મામલે તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ આજે રિયાની પૂછપરછ માટે સમન્સ આપી શકે છે.

ટેલેન્ટ મેનેજરે આપી મહત્વની માહિતી

બીજી તરફ ટેલેન્ટ મેનેજર જયા સાહાએ ઈડીને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેઓએ ક્યારેય કોઈને સીબીડી ઓયલ જેવું કંઈ સપ્લાય કર્યુ છે. જયાના જણાવ્યા મુજબ તેનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં છે આ કારણે તેઓએ સીબીડી ઓયલને ચા કે કોફી સાથે લેવાની સલાહ આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

તાનાશાહી/ 5 ભાઈબહેન ધરાવતા ભાજપના સીએમે કહ્યું કે બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાઓનાં નહીં મળે લાભ

Vishvesh Dave

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!