GSTV

ડ્રગ્સ તપાસ લાઇવ : આ બે ટીવી સ્ટારના ઘરે દરોડા, NCB પૂછપરછ કરી

સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ ચાલી રહી છે અને આ તપાસ ચકચાર જગાવનારી બની રહેવાની છે કેમ કે તેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હોવાની આશંકા છે. એનસીબીના રડારમાં બોલિવૂડની ઘણી બધી હસ્તીઓ છે જેમની ઉપર ડ્રગ્સ લેવાનો અથવા તો આવી પાર્ટીઓમાં સામેલ થવાનો આરોપ છે. હવે સમાચાર છે કે એનસીબી બુધવારે ઘણા ટીવી ફિલ્મ એક્ટર્સને સમન્સ મોકલનારી છે. જેમાં ટીવી એક્ટર અવિગેલ અને સનમ એનસીબીની ઓફિસે પહોંચી ગયા છે. બંનેએ નચ બલિયે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. હવે ડ્રગ્સ વિવાદમાં પણ બંનેના નામ સામે આવ્યા છે.

અવિગેલ અને સનમના ઘરે એનસીબીની રેડ

એમ કહેવાય છે કે એનસીબીને અવિગેલ અને સનમ પાસેથી કેટલાક મજબૂત પુરાવાઓ મળ્યા છે. આજે સવારથી બંનેના નિવાસે એનસીબીની રેડ પડી હતી. કલાકો સુધી ચાલેલી તપાસમાં એનસીબીને કયા પુરાવા મળ્યા તે તો સામે આવતું નથી પરંતુ બંને હવે એનસીબીની ઓફિસે પહોંચ્યા છે તેનો અર્થ એ થયો કે તેમની આકરી પૂછપરછ થવાની છે.

ઘણા સ્ટાર્સની પૂછપરછ થઈ શકે છે

જ્યારથી સુશાંતના મામલામાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે ત્યારથી બોલિવૂડની મુસિબતમાં વધારો થયો છે. શ્રદ્ધા કપૂર, દિપીકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલપ્રિત, સારા અલી ખાન જેવી હસ્તીઓના નામ બહાર આવ્યા છે. શ્રદ્ધા અને દિપીકા સામે તો એનસીબીને પર્પાય્ત પુરાવાઓ મળ્યા છે. આવામાં એનસીબી તેની તપાસ હવે માત્ર સુશાંતના કેસ પૂરતી મર્યાદિત રાખવા માગતી નથી. આ કેસ મારફતે બોલિવૂડમાં વર્ષોથી ચાલ્યા આવતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા એનસીબી સજ્જ છે.

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

બિહાર ચૂંટણી: રાજનાથ સિંહે ગજવી સભાઓ, કહ્યું હું મોઢું ખોલીશ તો એમની પોલ ખુલી જશે

pratik shah

આ વખતે દિવાળી બની જશે એકદમ ખાસ, નહિ જોવા મળે એકપણ ચાઈનીઝ પ્રોડક્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!