GSTV
Gujarat Government Advertisement

સુશાંત કેસ: રિયાના ઘરે NCBના દરોડા પૂર્ણ, મિરાંડાની કરી અટકાયત

Last Updated on September 4, 2020 by pratik shah

રિયા ચક્રવર્તીના ઘરે એનસીબીના દરોડા પૂર્ણ થયા છે. સૂત્રોના જણાવ્યા NCB એ રિયાના ઘરે થી કેટલાંક ડિજિટલ ઉપકરણ જપ્ત કર્યા છે. તો બીજી બાજુ રિયાના ભાઈ શોવિકને સમન્સ પાઠવ્યું છે. NCBએ રિયાના ભાઈ શોવિક, સેમ્યુઅલ મિરાંડા અને ડ્રગ પેડલર જૈદ અને બાસિતને સામસામે બેસાડી પૂછપરછ કરશે.

સુશાંત

સેમ્યુઅલ મિરાંડાની NCBએ કરી અટકાયત

સુશાંત કેસમાં આજે સવારે રિયા અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે દરોડા પાડયા હતા. રિયાના ઘરે ત્રણ કલાકથી વધુ દરોડા ચાલ્યા હતા તો NCBએ સેમ્યુઅલ મિરાંડાને સાથે લઇ ગઈ હતી. સેમ્યુઅલના ઘરે 2 કલાક કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ, NCB મિરાંડાની અટકાયત કરી NCB ઓફિસ લઇ ગઈ હતી જ્યાં તેની વધુ ઉલટ તપાસ કરવામાં આવશે.

શોવિકને સમન્સ

એનસીબીની ટીમે રિયાના ભાઈ શોવિકને સમન્સ આપ્યું છે. ડ્રગ્સ મામલે હવે એનસીબી શોવિકની પૂછપરછ કરશે.

સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શન

સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં રહસ્યની ગુત્થી હલ કરવા માટે દરેક એંગલ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.  જ્યાં સીબીઆઈ દ્વારા સખ્તાઈથી પૂછપરછ કરી રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ કેસની જુદી જુદા એંગલથી તપાસ કરી રહી છે. આ રીતે, સુશાંત સિંહ કેસમાં કેન્દ્રની ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે.

વહેલી સવારે રિયાના ઘરે NCBના દરોડા

સુશાંત સિંહ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીબીની ટીમ સુશાંત સિંહ મૃત્યુ મામલે રિયા ચક્રવર્તીના ઘરે દરોડા પાડી રહી છે. આટલું જ નહીં, સેમ્યુઅલ મીરાંડાના ઘરે પણ એનસીબી ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અમને જણાવી દઈએ કે એનસીબી સુશાંત સિંહ કેસના ડ્રગ્સ એંગલને લગતા કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

પરિણામ / ઈરાનના નવા રાષ્ટ્રપતિ હશે ઇબ્રાહિમ રઈસી, ઇતિહાસનું સૌથી ઓછું મતદાન

Zainul Ansari

નાર્કો ટેરર મોડ્યૂલ / જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, કારતૂસ મળી આવ્યા

Zainul Ansari

ટાઈમ પાસ માટે સંતાનોને મોબાઈલ પકડાવી દેતા માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, ગંદા વીડિયો જોઈ નાના ભાઈથી થઈ ગઈ પ્રેગ્નેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!