GSTV

સુશાંત કેસ : રિયાના ઇનકમ ટેક્સની રિટર્નની વિગતો સામે આવી, કંપનીમાં શેરથી FD સુધીના ખુલાસા

રિયા

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ફસાઈ ગઈ છે અને તેની સતત પૂછપરછ થઈ રહી છે. એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટે શુક્રવારે તપાસ કર્યા બાદ સોમવારે ફરીથી તેની પૂછપરછ કરી હતી. આ સાથે રિયાના ભાઈ, પિતા અને મેનેજરની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેના વિવિધ આર્થિક ટ્રાન્ઝેકશન પર પણ ઇડીની નજર છે. આ દરમિયાન રિયાના ઇનકમ ટેક્સના રિટર્નની વિગતો બહાર આવી છે.

રિયા

2017-18 અને 2018-19ના રિયાના રિટર્નમાં તેની આવક બમણી દર્શાવવામાં આવી છે પરંતુ આ આવકના સોર્સ એટલે કે તેણે ક્યાંથી આવક મેળવી તેની જાણ કરાઈ નથી.ઇડી વિભાગ હવે તેના આવકના સાધનો વિશે તપાસ કરી રહી છે કેમ કે તેણે જે રોકાણ બતાવ્યું છે તે તેની આવક કરતાં વધારે છે.

  • 2017-18ના નાણાકીય વર્ષમાં રિયાની આવક 18 લાખ રૂપિયા છે કર કપાત બાદની છે.
  • 2018-19માં તેણે પોતાની આવક 18 લાખ રૂપિયા દર્શાવી છે.
  • 2018 થી 2019 દરમિયાન તેની ફિક્સ મિલકતો 96 હજારથી નવ લાખ પર પહોંચી ગઈ છે.
  • રિયાના શેરોનું ફોલ્ડર 2018માં 34 લાખ હતું જે 2019માં 42 લાખ થઈ ગયું છે.
  • આ ઉપરાંત એચડીએફસી અને આઇસીઆઈસીઆઈ બેંકમાં તેની ફિક્સ ડિપોઝીટ છે જેની તપાસ થઈ રહી છે.
  • 2017થી 2019માં તેના ઇનકમ ટેક્સ રિટર્નમાં કોઈ મોટા ટ્રાન્ઝેક્શન થયા નથી.
  • ઉલ્લેખનીય છે કે સુશાંતના પરિવારજનોએ આરોપ દાખલ કર્યો હતો કે સુશાંતના ખાતામાંથી 15 કરોડની ઉચાપત થઈ છે. આ આરોપો બાદ ઇડીએ તપાસ હાથ ધરી હતી.

બહેનના ઘરેથી સુશાંતને પાછો બોલાવવા રિયાએ પાંચ દિવસમાં 25 કોલ કર્યા હતા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.સુશાંતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે સુશાંતના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તો આખા દેશમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ચુક્યો છે.હવે રિયાના ફોનની કોલ ડિટેલનો પણ ખુલાસો થયો છે.આ કોલ ડિટેલ પ્રમાણે સુશાંત 20 થી 24 જાન્યુઆરી દરમિયાન પોતાની બહેનને મળવા માટે ચંદીગઢ ગયો હતો ત્યારે રિયાએ તેને પાછો બોલાવવા માટે પાંચ દિવસમાં 25 કોલ કર્યા હતા.

સૂત્રોના કહેવા પ્રમાણે સુશાંતે નવેમ્બર મહિનામાં ચંદીગઢ રહેતી પોતાની બહેન પાસે મદદ માંગી હતી.ચંદીગઢ જવા તેણે પોતાની બીજી બહેનો સાથે ટિકિટ પણ બુક કરાવી હતી.જોકે રિયાએ સુશાંતને જવા દીધો નહોતો.

એ પછી ડિસેમ્બરમાં ફરી સુશાંતે ચંદીગઢ રહેતી બહેનની મદદ માંગી હતી અને કહ્યુ હતુ કે, રિયા મને મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનો પ્રયત્ન કરી રહી છે.મારે મેન્ટલ હોસ્પિટલ જવુ નથી.હું મુંબઈમાં બધુ સમેટી લઈને હિમાચલ પ્રદેશમાં કોઈ જગ્યાએ સેટલ થવા માંગુ છું.સુશાંત એ બાદ ગાડી લઈને ચંદીગઢ ગયો હતો.આ વાતની ખબર રિયાને પડ્યા બાદ રિયાએ સુશાંતને પાછો બોલાવવા માટે બ્લેકમેઈલિંગ શરુ કર્યુ હતુ અને 3 થી ચાર દિવસમાં 25 કોલ કર્યા હતા.

Read Also

Related posts

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

Pritesh Mehta

વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું

Pritesh Mehta

સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!